Homeઉત્સવદરેક ટ્રાફિક સિગ્નલે એક વસ્તુ તો શીખી. થોભો, સમજો, વિચારો અને ગ્રીન...

દરેક ટ્રાફિક સિગ્નલે એક વસ્તુ તો શીખી. થોભો, સમજો, વિચારો અને ગ્રીન બત્તી થાય એટલે પ્રયાણ કરો

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો!
સુંદર મજાની હોળી, ધુળેટી, વુમન્ઝ ડે મનાવ્યા. જેમ જીવનના રંગો અનંતકાળ સુધી ચાલ્યા કરે છે એમ. હવે રંગોત્સવ.
એટલે હોળી ધુળેટીના પર્વ પછી પાંચ દિવસ પછી, પાંચ દિવસનો રંગોત્સવ ચાલે છે. જી હા આજે રંગપંચમી. દેવી-દેવતાઓની રંગપંચમી હોળી. રંગપંચમીના દિવસે ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુને પીળો રંગ અર્પણ કરાય છે. પીળા રંગના શણગાર પહેરાવવા અને પીળા રંગનો અબીર લગાડવામાં આવે છે. લક્ષ્મી માતા, બજરંગબલી અને ભૈરવ મહારાજને લાલ રંગ અર્પણ કરો. સૂર્ય ભગવાનને લાલ રંગ અર્પિત કરો અથવા સિંદૂર ચઢાવો. શનિદેવને વાદળી રંગ. એમ દરેક ભગવાનને પણ ખુશ કરવાની વાત છે. આમ જોવા જાઓ તો જલ્સા પાર્ટી છે. અને આમ જોવો તો ઘણું વિજ્ઞાન સમાયેલું છે. એમાં ઘણી પદ્ધતિઓ, ગણિત, પ્રથાઓ સમાયેલી છે. એમાં પણ અત્યારે આપણે છીએ કંઇક અને જીવીએ છીએ કંઇક. એટલે આપણું જીવન ક્ધફ્યુઝડ બની ગયું છે. છતાં પણ રૂટ્સ એટલા સ્ટ્રોંગ છે કે આપણને જીવાડી રહ્યું છે. પણ હું માનું છું કે જનજીવન પૈસાના ત્રાજવે તોલાઇ રહ્યું છે. જે પરમાર્થનું છે એ આપણે સ્વાર્થનું બનાવી રહ્યા છીએ. સારી હોય કે ખરાબ દરેક વાતમાં આપણને શું લાગે છે? કે હું કરું છું. આ બધું મેં કર્યું. આપણે આગળ વધી રહ્યા છીએ. ના પ્રભુ, એવું નથી. આપણા જેવા લોકો માટે તો વડીલો કહી ગયા છે કે, ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે’. ૯૯ ટકા લોકો અત્યારે એમ જ સમજી રહ્યા છે કે બધું હું જ કરી રહ્યો છું. હું જ કરી રહી છું. એ પછી સુખ હોય કે દુ:ખ.
દુ:ખની વાત તો એ છે કે દુ:ખ પડે તો પણ બધા એમ જ વિચારી રહ્યા છે કે આ પણ હું જ કરી રહી છું કે કરી રહ્યો છું. મારા જ કારણે આવું થયું. મારામાં જ પ્રોબ્લેમ હશે. મારા જ કર્મ ખરાબ હશે. હાહાહા જ્યારે એવું નથી હોતું મિત્રો. ધં…ધો એવી વસ્તુ બની ગઇ છે કે એમાં હવે ધર્મ કે કર્મ પર નહીં પણ કુટીલતા અને નિર્દયતા પર સફળતાનો આધાર રાખે છે. જે ધર્મના નામે કર્મ કરાવે છે. અને એટલે સંવેદનશીલ જીવો પોતાનો પછેડી સંકેલી લે અને મુંઝાઇ જાય પછી દુ:ખી થાય. અને આપણા જેવા અજ્ઞાન લોકો શું કરે? હું મહાન છું. એમ ફીલ કરીએ.’ કેટલાનું શું શું કરી નાખ્યું એ ઢાંકવા, કેટલાની સાથે શું નું શું કરી નાખીએ છીએ.’ ઓન ધ નેમ ઓફ પાવર. એ ભૂલી જાય છે.
જેમાં કાંઈ નથી હોતું વાલા, કોઈ કશું કરી નથી રહ્યું? હા, નબળા મનના અને અંદરથી ઘવાયેલા જીવ તરફડી રહ્યા છે. અને ખોટાં પગલાં લે છે. એમની સામે છે શાણાં શકુંતરાઓ. કોઈ પણ પ્રકારની નબળી વસ્તુઓમાંથી કઈ રીતે નીચોવીને કસ કાઢી લેવાય એને કળા સમજાય છે. હાહાહા જે મૂર્ખતા ચાલી રહી છે મિત્રો! અને તમારા આશીર્વાદથી એમાં ભાગીદાર ન બનાય એટલી તો મને ખબર પડે છે. હમણાં તો એક વડીલ બહુ જ સુંદર વસ્તુ બોલ્યા. એ કહેવત યાદ કરવામાં હું ભૂલી ગઈ. હા પણ એનો કથાસાર એવો જ કંઇક હતો જે મારા પિતાજી ઘણીવાર એક હિન્દી શાયરી કહેતા હોય છે. જે પણ લગભગ વિસરાઈ ગઈ પણ એનો કથાસાર એ કે પછતાયેગા તું, જબ જાઉંગા મૈ. આજ તુને મેરી આશ તોડી, કલ નિરાશ હોગા તું. જીવન એવું જ છે મિત્રો.
જીવનનો તાદ્રશ્ય જોયેલો અનુભવ કહું તો. જ્યારે જ્યારે મોટા મોટા લોકો માઈક પર બોલતા હોય છે. એમાંથી કેટલા ખોટા,લોકો બોલતા હોય છે. ઘણીવાર આજુબાજુમાંથી સાંભળ્યું છે કે જા ને દોસ્ત શું ખોટું બોલે છે. આ પરિસ્થિતિ હતી, આવી રીતે કરતો’તો, અત્યારે ઉપર ચડ્યો છે તો ચગવા દે. ખાલી પૈસાનો ફરક છે. હાહાહા. આ હોય છે બીજા લોકોનું કોન્ટ્રિબ્યુશન. એટલે તમે સમજો છો ને ટૂંકમાં કે કરનાર કરાવનાર અને સહભાગી બનનાર દરેકે દરેકને ટેકનિકલી ખબર હોય છે કે શું થઈ રહ્યું છે. અને કેવી રીતે થઈ રહ્યું છે.આહાહા. બસ.
સિચ્યુએશનલ ભોગ બની રહ્યા છીએ. આપણે બધા મુક્તમને, ‘ઓપન માઇંડ’ સાથે મહેનત કરી રહ્યા છીએ. કુદરતના રંગે રંગાવાની ચાહ સાથે. જેના માટે ભેદભાવ ન રહે. આત્મીયતા વધે જીવનમાં એટલે આપણે હોળીના રંગે રંગાયા હવે કોણ કયા રંગે રંગાયો એતો તમે મને જણાવો ત્યારે ખબર પડશે. એને કોઇ કારણસર કોઇનેે રંગે રંગાવાનું રહી ગયું હોય. તો રંગપંચમીનો પર્વ આજે છે. પણ અત્યારે તો સૌથી મહાન રંગે રંગાઇ રહ્યા છે, માતા પિતા. શૈક્ષણિક તાલીમના તાલ સાચવવા અને બાળકોના ભવિષ્યનું ઘડતર કરવા માટે એ ઘડતરની સાંકળોને સરખી મજબૂત કરવા જે પોતે પરીક્ષાઓ આપશે એમને થોડું માન આપીએ. એટલી બધી ફીસ, ભરી છે કે હવે પોતે *ટાંઇ* ટાંઇ ફીશશ થયા છે. હાહાહા.
અત્યારે જે ધોરણોની પરીક્ષાઓ ચાલી રહી છે. એ લગભગ બાળમંદિરનાં બાળકોને પણ તમે જુઓ ને એમનાં માતા-પિતાને જુઓ તો એમને એમ જ લાગે છે કે હાય મારા દીકરાની બાળ મંદિરની પરીક્ષા ચાલી રહી છે. સો ટેક્નિકલી ઇટ ઇઝ એકઝામ ટાઇમ. બધાની પરીક્ષા. એન્ડ ટેક્નિકલી આખા વિશ્ર્વમાં ઈટ ઈઝ એન એકઝામ ટાઇમ.
અત્યારે બધાં સમીકરણોનું કે ઊથલ પાથલનું જે ચર્નિંગ ચાલી રહ્યું છે. ઇકોનોમિ સિવાય કોણ શું કરી રહ્યું છે. એ જ અત્યારે કોઈને ખબર નથી અને ઇકોનોમીનું પણ અત્યારે તો લગભગ આપણને ખબર નથી. પણ એટલી ખબર છે કે જ્યાં સુધી માતા-પિતાનો પ્રેમ, લાગણી અને મહાન બનવાનો શોખ ન ધરાવનાર જીવો, એકબીજા પર દયાભાવ રાખશે ને લોકોને મદદ થતી સગવડો પૂરી પહોંચાડશે.(ભક્તિભાવથી કહો કે સાયન્સ) જ્યાં સુધી કુદરતની આરાધના, અર્ચના અને એને સમર્પિત વસ્તુઓ થતી હશે. ત્યાં સુધી ગમે તેટલી લાલચ, ઈર્ષા, ક્રોધ, બધું ફેલાતું રહેશે, પણ કુદરત, કુદરત આધીન થઈને રહેનાર પ્રાણીઓનું સદૈવ ધ્યાન રાખશે. હા સંવેદનશીલ માણસો કે ભોળા હૃદયના માણસો કે અજ્ઞાન લોકોને તકલીફ બહુ પડી રહી છે. હું બહુ જ સારી રીતે સમજી રહી છું. સેલિબ્રિટી છું પણ મિત્રો તમારા જેવી ખૂબ સામ્યતા અને સામાન્યતા છે. જેમ તમારુ દિલ તોડે છે એમ લોકો મારું દિલ પણ તોડતા હોય છે (એમાંય મને તો લોકો પાવર વુમન માને છે. વિચારો પ્રહાર પણ
કેવા હશે! હાહાહા…). પણ એ જ પરીક્ષા છે.
હીરાને પણ જ્યારે કાપ આપે છે કે જ્યારે એને શેપ આપે છે ત્યારે સખત દર્દ થતું હોય છે. પણ એ જ ઘસારો આપણને ચમકાવશે. જે અત્યારે આપણાં માતા પિતા અને પરિવાર આપણા માટે કરે છે. મહેનત. કુરબાની.
એ ચમકને ફીલ કરવા માટે તમે બસ ઓપન માઈન્ડ સાથે જાગૃત રહેજો. મારી ગેરંટી છે કે તમને તમારા પરિવાર ઉપર માન થશે. એમના ગુસ્સાને આકળામણને અને ઇશારાને બસ સમજો. ઘડીક સમય લ્યો.
દરેક ટ્રાફિક સિગ્નલે એક વસ્તુ તો શીખી. થોભો, સમજો, સોચો અને ગ્રીનબત્તી થાય એટલે પ્રયાણ કરો. પ્રામાણિક હોવું અને પ્રમાણસર બધું કરવું. એ કોઈ કંજૂસાઈ કે *રૂઢીચૂસતાની* રૂઢિચુસ્તતાની નિશાની નથી. જેનો સર્વપ્રથમ અભ્યાસ આપણે આપણાં ઘરમાં રહેતા પરીક્ષા આપતા આપણા માતા-પિતા પાસેથી મેળવી શકીએ.
જે આપણા માટે પરીક્ષાઓ આપે છે. જીવન એક સુપર ફાસ્ટ ટ્રેન છે. અને પરિવાર એના પાટા. એમના હૃદયને સલામ કરીએ એમને યાદ કરીએ એમની મહેનતને બિરદાવીએ અને એનું ફળ
જે આપણાં બાળકોને મળે છે. પોતાના પરીક્ષા સમયમાં. એનું માન રાખીએ. જેમકે મારા વડીલ મિત્ર છે. જેઓ માતા પિતા છે. ઊંચા દરજ્જાનાં ડૉક્ટર, સંગીતકાર અને કવિ છે. તેમની એક સુંદર રચના કવિતા રૂપે તમારા માટે (આજના સમયના અને અત્યારે પરીક્ષા સિઝનમાંથી પસાર થતાં બાળકોનાં માતા પિતા માટે ખાસમ ખાસ)
‘મા બાપ’
અણગમતું પણ એની ખાતર
ક્યારેક ગમતું કરવાનું.
હથિયાર વગર, સંતાનો પાસે
રોજ સિકંદર બનવાનું
ખૂબ જ અઘરું લાગે, સાલું
મા – બાપ થઈને ફરવાનું
જીવન આખું દરિયો છે,
તોફાન ભલેને આવે,
બહાદુર છે એ જ ખરાં,
જે, એમાં નાવ ચલાવે
આવી હિંમત દીકરાને દઈ
ખુદ, અંદરથી ડરવાનું
ખૂબજ અઘરું લાગે, સાલું
માં – બાપ થઈને ફરવાનું
સાત નહીં સત્તાવીસ કોઠા
પણ, હું જીતી જાણું,
હાર્યો જ્યારે, આવ્યું ટાણું
દીકરીના સગપણનું
દિલમાં અનરાધાર વરસે,
ને ઉપરથી હસવાનું
ખૂબજ અઘરું લાગે, સાલું
મા-બાપ થઈને ફરવાનું
નવી નવેલી વાતો એની
આપણને ના ફાવે,
રીત રિવાજો જૂનાં જૂનાં
એ પણ ના અપનાવે,
ત્યારે એવું લાગે જાણે
સામા વહેણે તરવાનું.
ખૂબજ અઘરું લાગે, સાલું
મા-બાપ થઈને ફરવાનું..
મિત્રો શા માટે? શા માટે આપણે આપણા માતા પિતાને જ સૌથી વધારે હેરાન કરીએ છીએ? પોતાના છે એટલે ને! અરે પણ એટલે જ વધારે પ્રેમ કરો. એ જ તમારા પોતાના છે. સમજો. જતા રહેશે પછી મારી જેમ રહી જશો. હાહાહા… સમાજ થકી આપણે નહીં આપણાં આચરણ થકી સમાજ છે. માટે ચાલો આપણે પોતે જ્ઞાનનો, સંવેદનાનો એકતાનો, મહેનતનો આત્મિયતાનો રંગ આપણા જીવનમાં ભેળવીએ. જેથી આપણે પણ જીવંત સુંદર રંગ બનીએ. જીવનમાં આનંદના રંગ ભરીએ અને એકબીજાને દરેકે દરેક પરિસ્થિતિમાંથી ઉગારવા માટે, સાથ આપવા આપણે પરિવાર બન્યા છીએ. એ રંગને આપણે ઘેરો કરીએ. દરેક પરીક્ષાર્થીને ઓલ ધ બેસ્ટ સમજણ, સાવચેતી અને પરિવારનો સાથ. પછી કહીએ વાહ વાહ ક્યા બાત.
નેહા એસકે મહેતાના
વંદે માતરમ. જય હિન્દ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular