નાગપુરઃ નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમના અનોખા અંદાજમાં પલટવાર કરવા માટે ફેમસ છે અને વિધાનસભામાં વિદર્ભના મુદ્દા પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન તેમણે વિરોધ પક્ષના નેતા પર જોરદાર પલટવાર કર્યા હતા. તેમણે વિરોધી પક્ષના નેતા અજિત પવારને એવું પણ કહ્યું કે દાદા મ્હણાલે અમૃતાશી બોલા, પણ દાદા તુમ્હી હે બોલતાના સુનેત્રાતાઈના વિચારલ હોત કા? (મોટાભાઈએ કહ્યું કે અમૃતા સાથે વાત કર, પણ આ બોલતા પહેલાં તમે સુનેત્રાબહેનને પૂછ્યું હતું કે?) ફડણવીસના આ કમેન્ટને કારણે સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. એટલું જ નહીં તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે વિરોધી પક્ષનેતાનું ભાષણ મેં ઘણી વખત સાંભળ્યું છે અને આ વખતનું ભાષણ જયંતરાવે લખી આપ્યું હોય એવું લાગે છે. જયંતરાવ અત્યારે બહાર છે એટલે તેનું ભાષણ સાંભળવા મળ્યું.