દક્ષિણ ભારતની દ્વારિકા: ગુરુવાયુર મંદિર

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

કેરળ રાજ્યના થ્રિસુર જનપદમાં ગુરુવાયુર એક પ્રસિદ્ધ હિન્દુ તીર્થસ્થળ છે. સ્થળનું નામ ગુરુવાયુર પડવા પાછળ પૌરાણિક કથા પ્રચલિત છે તે અનુસાર દેવગુરુ બૃહસ્પતિને કળિયુગની શરૂઆતમાં ભગવાન કૃષ્ણની એક મૂર્તિ મળી. ગુરુ બૃહસ્પતિ અને ભગવાન વાયુએ કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલે આ જગ્યાનું નામ ગુરુવાયુર પડ્યું છે. આ મંદિરનો ઈતિહાસ લગભગ ૫ાંચ હજાર વર્ષ જૂનો છે. તે દેશનાં પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તેના વિશેષ અર્થમાં જોઈએ.
ગુરુ એટલે દેવગુરુ બૃહસ્પતિ, વાયુ એટલે વાયુ. ભગવાન વાસુદેવ અને મલયાલમ શબ્દનો અર્થ થાય છે જમીન. આ બધા શબ્દોનો એકસાથે અર્થ એ છે કે જે ભૂમિ પર દેવગુરુ બૃહસ્પતિએ હવાની મદદથી સ્થાપના કરી છે તે મંદિર એટલે ગુરુવાયુર.
ભૌગોલિક વિશેષતાના કારણે આ પ્રદેશ એશિયાનું સર્વાધિક મનોરમ પર્યટન સ્થળ છે જ્યાં વિશ્ર્વભરના પ્રવાસીઓ આવે છે. કુદરતી સંપત્તિઓને કારણે વિશ્ર્વભરમાં પ્રખ્યાત કેરળ પ્રાંત મંદિરો માટે જાણીતું છે. દરેક પ્રાંતને પોતાની કથાઓ અને આધ્યાત્મિક મહત્ત્વ છે અને પોતાનો અલગ ઇતિહાસ પણ છે. ગુરુવાયુર મંદિર તેમાંનું એક છે.
ગુરુવાયુર મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ પ્રમુખ આકર્ષણ છે. અહીં સ્થિત ભગવાન કૃષ્ણની મૂર્તિને ચાર હાથ છે, જેમાં એક હાથમાં શંખ, બીજામાં સુદર્શન ચક્ર, ત્રીજા અને ચોથા હાથમાં કમળ ધારણ કરેલ છે. આ મંદિરને પૃથ્વીલોકના વૈકુંઠમના નામે ઓળખવામાં આવે છે, જેનો અર્થ પૃથ્વી પર ભગવાન વિષ્ણુનો વાસ એવો થાય છે.
એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વૈકુંઠમાં વિષ્ણુએ આ મૂર્તિની પૂજા કરી અને પછી બ્રહ્માને સોંપી દીધી. નિ:સંતાન રાજા સુતપાસ અને તેની પત્નીએ સંતાન હેતુ ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી. બંનેના તપથી પ્રસન્ન બ્રહ્માએ આ મૂર્તિ તેમને આપી દીધી અને તેની પૂજા નિયમિત રૂપમાં કરવાનું કહ્યું. બંનેની પૂજા અને આરાધનાથી પસન્ન થઈ વિષ્ણુએ પ્રગટ થઈ વરદાન આપ્યું કે તે સ્વયં તેના ત્રણ પુન: જન્મોમાં તેના પુત્રના રૂપમાં જન્મ લેશે. રાજા સુતપાસ અને તેની પત્નીને આગલા ત્રણ જન્મ પુત્રપ્રાપ્તિ થઈ જેમનાં નામ ક્રમશ: પૃશ્રીગર્ભ, વામન અને કૃષ્ણ હતાં. ભગવાન કૃષ્ણએ આ પ્રતિમાને દ્વારકામાં સ્થાપિત કરી તેની પૂજા કરી. કહેવાય છે કે એક વખત દ્વારકામાં ભયંકર પૂર આવ્યું જેમાં તે મૂર્તિ વહી ગઈ, પરંતુ ગુરુએ પોતાના પરમ શિષ્ય વાયુની મદદથી તેને બચાવી લીધી. પછી બંનેએ તેની સ્થાપનાના ઉપયુક્ત સ્થળની શોધમાં સમગ્ર પૃથ્વીની યાત્રા કરી અને અંતમાં પલક્કડ તરફ કેરળ પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત પરશુરામ સાથે થઈ જે સ્વયં તે જ મૂર્તિની શોધમાં દ્વારકા જતા હતા. પરશુરામ ગુરુ અને વાયુને કમળનાં મોહક ફૂલોથી ભરેલ તળાવ નજીક એક હર્યા-ભર્યા સ્થળ પાસે લઈ ગયા જ્યાં તેમને ભગવાન શિવનાં દર્શન થયાં. ભગવાન શિવ અને દેવી પાર્વતીએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું કે મૂર્તિની સ્થાપનાનું આ જ સર્વાધિકાર સ્થળ છે. શિવે ગુરુ અને વાયુને મૂર્તિની પ્રતિષ્ઠા અને અભિષેક કરવાનું કહ્યું અને વરદાન આપ્યું કે મૂર્તિની સ્થાપના ગુરુ અને વાયુના હસ્તક થવાના કારણે આ સ્થળનું નામ ગુરુવાયુરના નામથી પ્રસિદ્ધ થશે. પછી શિવ અને પાર્વતી મમ્મીયુરના બીજા કિનારે ચાલ્યાં ગયાં. સૃષ્ટિ નિર્માતા વિશ્ર્વકર્માએ આ મંદિરનું નિર્માણ એ પ્રકારે કર્યું કે વિષુવવૃત્તના દિવસે સૂર્યનું પ્રથમ કિરણ સીધું જ ભગવાનનાં ચરણોમાં પડે. મૂર્તિની સ્થાપના સૌર મહિનાના કુંભ અર્થાત્ ફાલ્ગુન (ફેબ્રુઆરી-માર્ચ) મહિનામાં થઈ. કથા એ પણ છે કે ભગવાન કૃષ્ણના સ્વર્ગારોહણ સમયે તેમના ભક્ત ઉદ્ધવ તેમના વિરહને લઈને દુ:ખી હતા ત્યારે ભગવાને તેમને આ પ્રતિમા આપી અને દેવગુરુ બૃહસ્પતિએ તેમને કોઈ ઉપયુક્ત સ્થળ પર સ્થાપિત કરવાનું કામ સોંપ્યું. ઉદ્ધવ એ વિચારી દુ:ખમાં હતા કે કળિયુગમાં જ્યારે ભગવાન નહીં હોય ત્યારે સંસાર પર દુર્ભાગ્ય છવાઈ જશે. ભગવાને તેમને શાંત કર્યા અને કહ્યું કે તે સ્વયં આ પ્રતિમામાં પ્રવિસ્ટ હશે અને શરણમાં આવનારા શ્રદ્ધાળુઓને વરદાન આપી દુ:ખમાંથી બહાર લાવશે.
આ પ્રસિદ્ધ મંદિર શાસ્ત્રીય નૃત્યકલા કથકલીના વિકાસમાં મદદરૂપ રહી વિદ્યા, કૃષ્ણનટ્ટમ કલી, જોકી નાટ્યકલાના રૂપમાં કેન્દ્ર છે. ગુરુવાયુર મંદિર વહીવટ જે ગુરુવાયમવુર દેવાસ્વોમ કહેવાય છે. કૃષ્ણટ્ટમ સંસ્થાનનું સંચાલન કરે છે. આ ઉપરાંત ગુરુવાયુર મંદિરને બે પ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓ સાથે સંબંધ છે. ‘નારાયણીયમ’ના લેખક ‘મેલ્પથુર નારાયણ’ ‘ભટ્ટાથિરી અને જનાના પપ્ના’ લેખક ‘પુન્થાનમ’ બંને ગુરુવાયુરપ્પનના પરમ ભક્ત નારાયણીયમ સંસ્કૃતમાં લખાયેલ ગ્રંથ છે જેમાં મહાવિષ્ણુના દસ અવતારની જાણકારી આપવામાં આવી છે અને ‘જનાના પપ્ના’ મલયાલમ ભાષામાં લખાયેલ પુસ્તક જીવનનાં વિભિન્ન સત્યોનું વિવેચન માટે શુ કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ સંબંધમાં ઉપદેશ આપે છે. ગુરુવાયુર દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતનું એક પ્રમુખ કેન્દ્ર સ્થળ છે. અહીં ગુરુવાયુર અને ચેમ્બાઈ વૈદ્યનાથ ભગાવતારની સ્મૃતિમાં એક ઉત્સવ મનાવાય છે. આ ઉત્સવ સમયે કથકલી, કુડિયટ્ટમ, પંચવાદ્યમ, થાયામ્બકા અને પંચારિમેલમ વગેરે શાસ્ત્રીય નૃત્યનું આયોજન કરવામાં આવે છે.
અહીંના ખેડૂતો પોતાની વાવણીનું પ્રથમ નારિયેળ ભગવાન ગુરુવાયુરને ચડાવવા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ચોર કે ડાકુઓ મળ્યા.
ખેડૂતોએ ચોરોને પ્રાર્થના કરી કે બધું લઇ લો, પરંતુ ભગવાનને ચડાવવાનું નારિયેળ છોડી દો. જોકે ચોર માન્યા નહીં અને બોલવા લાગ્યા કે ગુરુવાયુરના નારિયેળમાં ક્યાં શિંગ લાગ્યાં છે એટલું બોલતાં જ નારિયેળમાં શિંગ નીકળી આવ્યાં અને ચોર ભાગી ગયા. આ ઘટના બાદ શિંગ લાગેલું નારિયેળ આજેય મંદિરમાં સુરક્ષિત છે.
ભગવાનને પ્રસન્ન કરવા મંદિરમાં ભક્તો ભેટસોગદો, પૈસા વગેરે ચડાવતા હોય છે. આ મંદિરમાં ભક્તો હાથીઓની ભેટ આપે છે, જેથી અહીં હાથી અભયારણ્ય બની ગયું છે, જે તેની આગવી વિશેષતા માટે જાણીતું છે.
ગુરુવાયુર મંદિરમાં આવનારા ભક્તો માટે ખાસ ડ્રેસ કોડ પણ બનાવવામાં આવ્યો છે. અહીં આવતા શ્રદ્ધાળુઓએ મુંડુ નામનો ડ્રેસ પહેરવો પડે છે, જ્યારે બાળકો માટે વેસ્ટીમાં મહિલાઓને સૂટ-સલવાર કે સાડીમાં જ એન્ટ્રી મળી શકે છે.
અહીંના લોકો જણાવે છે કે અહીં એક ખાસ વાત એ છે કે અહીંના પૂજારીને મેન્સાટી કહેવામાં આવે છે. તેનો અર્થ એ કે તેઓ ૨૪ કલાક ભગવાનની સેવા કરે છે એટલે તેઓને મેન્સાટી કહેવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.