નવી દિલ્હી: ગત સપ્તાહે ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં ટોચની દસ કંપનીઓ પૈકી છ કંપનીઓનાં માર્કેટકેપમાં રૂ. ૨,૦૦,૨૮૦.૭૫ કરોડનું ધોવાણ થયું હતું, જેમાં આઈટી ક્ષેત્રની અગ્રણી ટીસીએસ અને ઈન્ફોસિસના માર્કેટકેપમાં સૌથી વધુ ધોવાણ જોવા મળ્યું હતું.
ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧.૫૯ ટકા અથવા તો ૯૫૨.૩૫ પૉઈન્ટનો ઘટાડો નોંધાઈ જતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., ટીસીએસ, એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનીલિવર, ઈન્ફોસિસ અને એચડીએફસીના વૅલ્યૂએશનમાં ધોવાણ થયું હતું, જ્યારે આઈસીઆઈસીઆઈ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, અદાણી ટ્રાન્સમીશન અને બજાજ ફાઈનાન્સના માર્કેટ વૅલ્યુએશનમાં વધારો થયો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહે ટીસીએસનું માર્કેટકેપ રૂ. ૭૬,૩૪૬.૧૧ કરોડ ઘટીને રૂ. ૧૧,૦૦,૮૮૦.૪૯ કરોડની સપાટીએ, ઈન્ફોસિસનું માર્કેટકેપ રૂ. ૫૫,૮૩૧.૫૩ કરોડ ઘટીને રૂ. ૫,૮૦,૩૧૨.૩૨ કરોડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નું માર્કેટ કેપ રૂ. ૪૬,૮૫૨.૨૭ કરોડ ઘટીને રૂ. ૧૬,૯૦,૮૬૫.૪૧ કરોડ, હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટકેપ રૂ. ૧૪,૦૧૫.૩૧ કરોડ ઘટીને રૂ. ૫,૯૪,૦૫૮.૯૧ કરોડ, એચડીએફસીનું વૅલ્યૂએશન રૂ. ૪૬૨૦.૮૧ કરોડ ઘટીને રૂ. ૪,૩૬,૮૮૦.૭૮ કરોડ અને એચડીએફસી બૅન્કનું માર્કેટ વૅલ્યુએશન રૂ. ૨૬૧૪.૭૨ કરોડ ઘટીને રૂ. ૮,૩૧,૨૩૯.૪૬ કરોડની સપાટીએ રહ્યું હતું.
જોકે, સપ્તાહ દરમિયાન અદાણી ટ્રાન્સમીશનનું માર્કેટકેપ રૂ. ૧૭,૭૧૯.૬ કરોડ વધીને રૂ. ૪,૫૬,૨૯૨.૨૮ કરોડ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. ૭૨૭૩.૫૫ કરોડ વધીને રૂ. ૫,૦૧,૨૦૬.૧૯ કરોડ, બજાજ ફાઈનાન્સનું માર્કેટકેપ રૂ. ૬૪૩૫.૭૧ કરોડ વધીને રૂ. ૪,૪૧,૩૪૮.૮૩ કરોડ અને આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટકેપ રૂ. ૫૨૮૬.૯૨ કરોડ વધીને રૂ. ૬,૩૩,૧૧૦.૪૮ કરોડની સપાટીએ રહ્યું હતું.
એકંદરે માર્કેટ વૅલ્યુએશનની દૃષ્ટિએ અનુક્રમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. મોખરે રહી હતી. ત્યાર બાદ અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, હિન્દુસ્તાન યુનીલિવર, ઈન્ફોસિસ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, અદાણી ટ્રાન્સમીશન, બજાજ ફાઈનાન્સ અને એચડીએફસીનો સમાવેશ થાય છે.

Google search engine