Homeઆમચી મુંબઈઅને રાહુલ ગાંધીએ નાના સર્વેશનું સપનું સાકાર કર્યું...

અને રાહુલ ગાંધીએ નાના સર્વેશનું સપનું સાકાર કર્યું…

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં ચાલુ છે. કૉંગ્રેસે શેર કર્યું કે રાહુલ ગાંધીએ નાંદેડમાં ભારત જોડો યાત્રા દરમિયાન મળેલા યુવક સર્વેશ હટનેને લેપટોપ ભેટમાં આપ્યું છે. સર્વેશ પણ કૂતુહલવશ રાહુલ ગાંધીને જોવા જ એમના ગામથી ટેમ્પોમાં બેસીને આવ્યો હતો. રાહુલ ગાંધીએ એની સાથે મુલાકાત પણ કરી અને વાતચીત પણ કરી.
સર્વેશે રાહુલને જણાવ્યું કે તે સોફ્ટવેર એન્જિનિયર બનવા માગે છે, પરંતુ તેણે ક્યારેય કમ્પ્યુટર જોયું નથી અને તેની શાળામાં પણ કમ્પ્યુટર નથી. આ બાળકનું સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સ્વપ્ન કેવી રીતે સાકાર થશે એનો વિચાર કરીને કોંગ્રેસ અધ્યક્ષ શ્રી. મલ્લિકાર્જુન ખડગેએ તુરંત જ રાહુલ ગાંધીની હાજરીમાં છોકરાને કમ્પ્યુટર ભેટમાં આપ્યું હતું. હવે આ છોકરા-સર્વેશના સપનાને પાંખો મળી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ તો ભારતના એક બાળકની વાત છે, પણ કૉંગ્રેસ પાર્ટી તો ભારતના દરેક બાળકના સપનાને સાકાર કરવા પ્રયત્નશીલ છે.
કૉંગ્રેસે જણાવ્યું હતું કે, દેશના દરેક બાળકે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું આધુનિક ટેક્નોલોજીનું સપનું પૂરું કરવું જોઈએ. પરંતુ ભાજપ સરકારની બેદરકારીના કારણે કોરોના દરમિયાન કમ્પ્યુટરના અભાવે લાખો બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી ગયા હતા. આવા બાળકોના સપનાને સાકાર કરવા માટે ભારત જોડો યાત્રા કાર્યરત છે.

 

RELATED ARTICLES

Most Popular