ભારતીયો મરતા હતા ત્યારે ગોરી ીઓ ડરબનની સડકો પર નાચી રહી હતી
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
આજે એક એવા હત્યાકાંડની વાત કરવી છે, જેને હજી સુધી આધિકારિક રીતે ‘ડરબન ફાઈલ્સ’ નામ તો નથી અપાયું, પણ ખરું પૂછો તો એ ઘટનાક્રમને ઘણું મહત્ત્વ મળવું જોઈતું હતું! એ બે-ત્રણ દિવસો દરમિયાન ભારતીય પ્રજાનું જે દમન થયું, એવું ધોળી ચામડી ધરાવતા ખ્રિસ્તીઓ કે યહુદીઓનું થયું હોત તો એના પરથી અનેક ડોક્યુમેન્ટ્રીઝ અને ફિલ્મો બની હોત. અનેક લેખો અને પુસ્તકો છપાયાં હોત. ભારતીય પ્રજાના કિસ્સામાં એવું બન્યું નહિ! ખેર, આપણે એ ઘટનાક્રમને ‘ડરબન ફાઈલ્સ’ તરીકે જ ઓળખીશું. શા માટે, એનું કારણ પછી.
વીતેલા બે સપ્તાહ દરમિયાન જોયું કે આજની તારીખેય સાઉથ આફ્રિકાની મૂળ પ્રજા ગોરાઓની માફક જ ભારતીયો-એશિયન્સને પોતાના દુશ્મન સમજે છે. ભારતીયો અહીં વારંવાર લૂંટફાટ અને જીવલેણ હુમલાઓનો ભોગ બનતા રહે છે. છેલ્લેે ૨૦૨૧માં પણ જેકબ ઝુમા નામના નેતાની ધરપકડને પગલે ફાટી નીકળેલા તોફાનો અગમ્ય કારણોસર ભારતીય પ્રજા વિરુદ્ધના તોફાનોમાં પલટાઈ ગયેલા! હવે આ શ્રેણીના છેલ્લા હપ્તાામાં વાત ભારતીય પ્રજાએ દક્ષિણ આફ્રિકામાં વેઠવા પડેલા એક સૌથી લોહિયાળ જેનોસાઇડની!
‘ડરબન ફાઈલ્સ’
૧૩ જાન્યુઆરી, ૧૯૪૯: એ દિવસે ગુરુવાર હતો. સાંજ સુધી કોઈ ભારતીય વંશના પરિવારને ગંધ સુધ્ધાં ન આવી કે કાળી પ્રજાના મનમાં શું ચાલી રહ્યું છે! સાંજ પડતાની સાથે અચાનક જ ભારતીયો જે વિસ્તારોમાં બિઝનેસ કરતા હતા, ત્યાં ગરબડ થવા માંડી. કાળી ચામડી ધરાવતા દક્ષિણ આફ્રિક્ધસ અચાનક ભારતીય મૂળના લોકોને ટાર્ગેટ કરી કરીને હુમલાઓ કરવા માંડ્યા. ભારતીય લોકોનું બિઝનેસ હબ ગણાતી વિક્ટોરિયા સ્ટ્રીટમાં પણ હુમલાઓ થવા માંડ્યા. ભારતીયોના સ્ટોર્સ અને વાહનો પર પથ્થરમારો કરાયો. આક્રમણખોરો હુમલો કરતી વખતે ‘યુસુથુ’ (ઞતીવિીં) શબ્દનું ઉચ્ચારણ કરતા હતા. આ શબ્દ ઝુલુ પ્રજાતિનો યુદ્ધનાદ ગણાય છે. સંકેત સ્પષ્ટ હતો, સ્થાનિક ઝુલુ પ્રજાતિએ ભારતીય વંશના લોકો સામે યુદ્ધ છેડી દીધું હતું! કારણ? કેટલાક નેતાઓ અને સાઉથ આફ્રિકન મીડિયા દ્વારા ભારતીયોનો વિરોધ કરવા અંગે એવું કારણ અપાયું કે ભારતીય પ્રજા શોષણખોર છે, અને ગોરી અંગ્રેજ પ્રજાની માફક સ્થાનિક કાળી પ્રજાનું શોષણ કરે છે! હકીકતે આ દાવો કેટલો પાયાવિહોણો હતો, એ બીજા દિવસના ઘટનાક્રમ પરથી સાબિત થઇ જવાનું હતું.
૧૪ જાન્યુઆરી, ૧૯૪૯: ગુરુવારના હુમલાઓ બાદ ભારતીય વંશના લોકો સમજી ગયા કે સ્થાનિક કાળી પ્રજા કોઈકના દોરીસંચારને કારણે ભારતીયોને સાઉથ આફ્રિકાથી તગેડવા માગે છે. અને આ માટે હિંસાનો હથિયાર તરીકે છૂટથી ઉપયોગ કરાશે! બીચારા ભારતીયો પોતાના ધંધા-રોજગાર રેઢા મૂકીને જ્યાં આશરો મળ્યો ત્યાં છૂપાયા. બીજી તરફ રમખાણોના બીજા દિવસે, એટલે કે શુક્રવારે આફ્રિકન ગુંડાઓએ પણ પાકી તૈયારી કરી લીધી. જ્યાંથી મળે ત્યાંથી કાળી ચામડી ધરાવતા લોકોનાં ટોળાં ભેગાં કરવામાં આવ્યાં. એ માટે સોશિયલ નેટવર્ક, હોસ્ટેલ્સમાં રહેતા યુવાનો, બોક્સિગં ક્લબના યુવાનો અને ડાન્સ ગ્રૂપ્સ સાથે જોડાયેલા યુવાનો સુધ્ધાંને એકઠા કરવામાં આવ્યા. એ પછી હાથમાં આવ્યું એ
હથિયાર લઈને આ
હિંસક ટોળાઓ ભારતીય વિસ્તારોમાં ફરી વળ્યા. ગુરુવારની હિંસામાં મોટે ભાગે મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવેલું. પણ હવે ઘઉંવર્ણા ભારતીયોનો વારો હતો! હિંસક ટોળાએ ઘરોમાં અને બીજા આશ્રયસ્થાનોમાં ઘૂસી જઈને આતંક ફેલાવ્યો. હત્યા, આગજની અને બળાત્કારોના અસંખ્ય બનાવો બન્યા! આ બધું ચાલતું હતું ત્યારે અગમ્ય કારણોસર પોલીસ ખાતું બહુ સુસ્ત રહ્યું, પરિણામે શનિવાર સુધી તોફાનીઓને મોકળું મેદાન મળી ગયું!
એ સમયે ‘ઇન્ડિયન ઓપિનિયન’માં છપાયેલો રિપોર્ટ ભયાવહ વર્ણન કરે છે. “ભારતીય પરિવારોની ચાર ીઓ આગમાં જલી રહેલી એક દુકાનમાં જ્વાળાઓની પાછળ સંતાવાની કોશિશ કરી રહી હતી! દુકાનનો માલિક સામેની ફૂટપાથ પર પડ્યો હતો. એનું શરીર ચાકુના ઘા મારી મારીને ચારણી જેવું કરી નખાયું હતું. (અને) એ પરિવારનો યુવાન પુત્ર રોડ ઉપર મરેલો પડ્યો હતો, જેની ખોપરી ફાડી નખાઈ હતી! આ તો માત્ર એક જ સ્થળનું દૃશ્ય છે. કેટો સહિતના ડરબનના બીજા વિસ્તારોમાં ઠેર ઠેર આવા અનેક જુગુપ્સાપ્રેરક દૃશ્યો જોવાં મળતાં હતાં! શુક્રવારની રાતે આફ્રિકન ટોળાએ અનેક ભારતીય ઘરોમાં પેરાફીન ઓઈલના ટીન સળગાવીને ફેંક્યા. પરિણામે અનેક ઘરો આગમાં બૂરી રીતે બળીને ખાખ થઇ ગયા!
આ આતંકમાં ૧૪૨ ભારતીયો મરાયા, ૧૦૮૭ને ગંભીર ઇજાઓ પહોંચી, ૩૦૦ મકાનો તોડી પડાયા અને ૨,૦૦૦ જેટલા મકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ બધા સરકારી આંકડા છે, સ્વાભાવિક છે કે મૃતકોની સંખ્યા ઘણી વધારે હશે! આ બધાનું પરિણામ એ આવ્યું કે એ જમાનામાં આશરે ૪૦,૦૦૦ જેટલા લાચાર ભારતીયો પોતાના કામધંધા-રોજીરોટી છોડીને પહેરેલે કપડે ડરબન છોડી ગયા અને એમણે ઠેકઠેકાણે નિરાશ્રિત તરીકે રહેવું પડ્યું! આર્થિક, સામાજિક અને રાજકીય તકલીફો, રંગભેદ, તણાવ તેમ જ હિંસાચારને પગલે કુટુંબથી વિખૂટા પડી ગયેલા અનેક નિ:સહાય ભારતીયોએ પાછળથી હતાશાનો ભોગ બનીને આત્મહત્યા કરી!
એ રમખાણ નહોતા, બલકે…
થોડીક બીજી વાત. તમે ઈન્ટરનેટ પર સર્ચ કરશો તો જણાશે કે દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં નોંધાયેલા મુખ્ય ‘હત્યાકાંડો’ના લિસ્ટમાં ડરબન હત્યાકાંડનો સમાવેશ થાય છે, પરંતુ અહીં ખૂંચે એવી બાબત એ છે કે ઠશસશાયમશફ એ આ ઘટનાક્રમ માટે ‘છશજ્ઞતિં’ શબ્દ વાપર્યો છે, જેનો અર્થ થાય રમખાણો. ૧૯૪૯ના જાન્યુઆરીમાં ડરબનમાં જે થયું, એ શું ખરેખર ‘રમખાણ’ હતું? સુરેન્દ્ર ભાણાનો પરિવાર દાયકાઓ અગાઉ ભારતના સિસોદ્રા ગામથી નીકળીને સાઉથ આફ્રિકા ગયેલો. સુરેન્દ્ર ભાણા અહીં ઇતિહાસના પ્રોફેસર થયા અને ઇસ ૧૯૮૭ સુધી યુનિવર્સીટી ઓફ ડરબન-વેસ્ટવિલેમાં ઇતિહાસ ભણાવતા રહ્યા. એ પછી ડૉકટરેટ કરવા માટે અમેરિકા ગયા અને યુનિવર્સીટી ઓફ કાન્સાસ સાથે જોડાયા. પોતાના કાર્યકાળ દરમિયાન એમણે અનેક પુસ્તકો લખ્યા, જેમાં બ્રિજલાલ પચાઈ સાથે મળીને સંપાદિત કરેલું પુસ્તક “અ ઉજ્ઞભીળયક્ષફિિું ઇંશતજ્ઞિિું જ્ઞર ઈંક્ષમશફક્ષ જજ્ઞીવિં અરશિભફક્ષત નોંધપાત્ર છે. આ પુસ્તકમાં સંપાદકો જણાવે છે કે, “રમખાણ એને કહેવાય, જેમાં લોકો સામસામા બાખડ્યા હોય. પણ ડરબનમાં જે થયું, એમાં તો રીતસર ભારતીયોને વીણી વીણીને મારવામાં આવ્યા હતા! નિ:શ ભારતીયો લડવા માંગતા જ નહોતા, એ તો હિંસા ફાટી નીકળ્યા બાદ ડરીને પોતપોતાના રહેઠાણોમાં સંતાઈ ગયેલા. પણ સશ ટોળાં એમના ઘરોમાં ઘૂસી ગયા, અને હત્યા, લૂંટ અને બળાત્કાર આચર્યા! લેખકોથી આગળ વધીને વધુ સ્પષ્ટતાપૂર્વક કહેવું હોય, તો ડરબનના ઘટનાક્રમને ‘જેનોસાઈડ’ જ ગણવો પડે!
ગોરી ીઓએ ચિલ્લાઈને કહ્યું, “હીટ ધી કુલીઝ!
બીજા દેશમાં જઈને વસનારી, અને દિવસરાત કાળી મજૂરી કરીને બે પાંદડે થનારી પ્રજા સ્થાનિક પ્રજાને હંમેશા ‘શોષણખોર’ લાગે છે. પણ એ વાત કાયમ સાચી નથી હોતી. આફ્રિકન પ્રજા ભારતીય મૂળના લોકોને શોષણખોર ગણે છે. કેટલાક બદમાશ બૌદ્ધિકોએ આ વાતને હવા આપીને ડરબન જેનોસાઇડને ‘યોગ્ય’ ઠરાવવાની કુચેષ્ટા પણ કરી ચૂક્યા છે. પણ વાસ્તવિક તથ્યો જુદી જ દિશામાં આંગળી ચીંધે છે. દક્ષિણ આફ્રિકા ગોરા અને કાળા વચ્ચેના રંગભેદને કારણે કુખ્યાત છે. પણ ડરબન ઘટનાક્રમમાં આશ્ર્ચર્યજનક રીતે ગોરાઓ પણ સામેલ હતા, અને કાળી પ્રજાને ભારતીયો વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા હતા! સંખ્યાબંધ મીડિયા રિપોર્ટ્સ એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે કાળાઓએ ભારતીય પ્રજા ઉપર આતંક વરસાવવાના શરુ કયૉ, ત્યારે ગોરાઓ એમને બૂમો પાડી પાડીને ચીઅર-અપ કરી રહ્યા હતા!
અમેરિકાની નોર્થ કેરોલીના યુનિવર્સીટીમાં પોલિટિકલ સાયન્સ અને કાયદાના પ્રોફેસર એવા ડોનાલ્ડ હોરોવિત્ઝે (ઉજ્ઞક્ષફહમ ક. ઇંજ્ઞજ્ઞિૂશિું) વંશીય સંઘર્ષો ઉપર એક પુસ્તક લખ્યું છે, “ઝવય ઉયફમહુ ઊવિંક્ષશભ છશજ્ઞિં આ પુસ્તકમાં ડરબન હત્યાકાંડનો પણ ઉલ્લેખ છે. ડોનાલ્ડ જણાવે છે કે સંખ્યાબંધ ગોરી ીઓ કાળા આફ્રિક્ધસને ઉશ્કેરી રહી હતી, “હિટ ધ કૂલીસ!! (આ ભારતીય મજૂરોને ફટકારો!) ભારતીય વ્યક્તિ મજૂર હોય કે વેપારી, અંગ્રેજોને મન બધા ‘કુલી’ (સામાન ઊચકનારા મજૂરો) જ હતા. જ્યારે આફ્રિક્ધસ ભારતીયોને મારતા હતા, ત્યારે અનેક ગોરી ીઓ સડકો પર ઉતરી આવી, અને આફ્રિકન યુવાનો સાથે ડાન્સ કરવા માંડી!
એ દૃશ્યો કેવા બિભત્સ હશે, જેમાં ભારતીયો પોતાનો જીવ બચાવવા કરગરતા હોય અને ગોરી-કાળી ચામડી ધરાવતા લોકો સડકો પર ડાન્સ કરતા હોય! આફ્રિક્ધસને ગુલામીમાં સબડવા મજબૂર કરનાર તો અંગ્રેજો હતા, તો પછી અંગ્રેજો પ્રત્યે વેર વાળવાને બદલે એ સમયે ઝુલુ પ્રજાએ ભારતીયોને શા માટે નિશાન બનાવ્યા?! અંગ્રેજો માટે આપણે ‘કુલી’ જ હતા. તો પછી આપણને માર પડે અને ભારતીયોની કત્લેઆમ થાય, એમાં અંગ્રેજોને કેમ રસ હતો? કદાચ ભારત દોઢેક સદીની ગુલામી બાદ આઝાદ થયું, એનો ખાર હતો? આ તમામ પ્રશ્ર્નો ઇતિહાસમાં ક્યાંક દબાઈ ગયા છે. જો તપાસ થાય તો કદાચ ઉત્તરો મળે ય ખરા. પણ ભારતીયોને હંમેશથી તપાસમાં નહિ, બલકે ઇતિહાસને ભૂલાવી દેવામાં વધુ રસ હોય છે.
આપણને એક ગંદી ટેવ ‘વધુ પડતા વિનમ્ર’ (કેર ફ્રી? કે કેરલેસ?) બનવાનીય છે. એનું પરિણામ એ આવે છે, કે નિર્દોષ ભારતીયો પર અત્યાચાર કરનારાઓ ક્યારેય ‘અપરાધબોધ’ અનુભવતા નથી. પ્રશ્ર્ન કોઈ બીજી કોમ કે પ્રજાને નીચા દેખાડવાનો કે એમના પ્રત્યે વેરભાવ રાખવાનો નથી, પરંતુ આપણે વેઠવા પડેલા ઇતિહાસના બોધપાઠને યાદ રાખવાનો છે…. અને જાણીતી હકીકત છે કે જે પ્રજા ઇતિહાસમાંથી કશું નથી શીખતી, એણે ઇતિહાસ ફરી જીવવો પડે છે! કારણ ગમે તે હોય, પણ દક્ષિણ આફ્રિકામાં આજેય ભારતીયો મરાતા રહે છે. અસ્તુ.