Homeટોપ ન્યૂઝવંદે ભારતને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેની આટલી ટ્રેનના સમયમાં ફેરફાર

વંદે ભારતને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેની આટલી ટ્રેનના સમયમાં ફેરફાર

મુંબઈ: મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડાવવામાં આવતી સેમી સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ના સરળ ઓપરેશનની કામગીરી માટે પચીસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

લાંબા અંતરની પચીસથી વધુ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસ (૧૨૦૦૯) ૧૬મી નવેમ્બરથી અમલી બનતા વાપી (અગાઉના ૮.૦૯ વાગ્યા)થી ૮.૧૧, સુરતથી ૯.૧૮, ભરુચથી ૯.૫૬, વડોદરાથી ૧૦.૫૩, આણંદથી ૧૧.૨૬, નાડિયાદથી ૧૧.૪૨ વાગ્યાના સુમારે અમદાવાદ રવાના કરવામાં આવશે.

મુંબઈથી ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ (૨૦૯૦૧-૨૦૯૦૨) ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જે ટ્રેનની અવરજવર માટે અમુક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ (૨૨૯૫૩) મુંબઈ સેન્ટ્રલથી સવારના ૫.૪૫ વાગ્યાના બદલે પાંચ મિનિટ વહેલી ઉપડશે.

નવા સમય પ્રમાણે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ૫.૪૦, દાદરથી ૫.૫૨, બોરીવલીથી ૬.૧૧, બોઈસરથી ૭.૧૩, દહાણુ રોડથી ૭.૩૨, ઉમરગામ રોડથી ૭.૫૫, ભિલાડથી ૮.૧૪, વાપીથી ૮.૨૬ વાગ્યે રવાના કરવામાં આવશે. વાપીથી ટ્રેન નિયત સમય પ્રમાણે દોડાવવામાં આવશે. ઉપરાંત, બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર હમસફર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ રામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિત કુલ મળીને ૨૫ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular