(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જો કે પ્રાથમિક તપાસમાં ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે અમદવાદમાં ભૂકંપના આંચકાની વાત નકારી કાઢી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ ૨૧ માર્ચે દિલ્હી-એનસીઆરમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ લોકો વેપાર ધંધા, કામકાજથી પરવારીને ઘરે આરામ કરવાના મૂડમાં હતા એવા જ સમયે કેટલાક બહુમાળી બિલ્ડિંગ્સમાં અમુક લોકોને ભૂકંપની ધ્રૂજારી હોય એવો અહેસાસ થયો હતો. જોતજોતામાં વાત સમગ્ર શહેરમાં અને રાજ્યભરમાં પ્રસરી ગઇ હતી. શહેરના નિકોલ, સીટીએમ, વાસણા, પાલડી, સેટેલાઇટ, ગોતા, વૈષ્ણોદેવી જેવા વિસ્તારોમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડિંગ્સમાં પણ લોકોએ ભૂકંપ જેવી કંપારી અનુભવી હોવાની ચર્ચા કરતાં સાંભળવા મળ્યા હતા. ગાંધીનગર તેમજ વડોદરાના અમુક વિસ્તારોમાં પણ હાઇરાઇઝ બિલ્ડિંગ્સમાં રહેતા લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પરંતુ અન્ય લો રાઇઝ વિસ્તારોમાં આવી કોઇ અસર થઇ હોવાનું સમર્થન નહીં મળતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. દરમિયાન, ગાંધીનગર સિસ્મોલોજીકલ ઇન્સ્ટિટ્યુટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, હિન્દુ કુશ પ્રાંતમાં રાત્રે ૧૦.૧૭ વાગે ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આવા કોઇ કંપન કે અન્ય કોઇ આંચકા નોંધાયા નથી. જોકે લોકોએ અનુભવ્યા હોવાનો અને ઘમી હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી લોકો બહાર દોડ્યા હોવાની ઘટનાઓ બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમરેલી, રાજકોટ અને કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાથી અનેક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત આવતા ભૂકંપના આંચકાથી રહેવાસીઓ ભય અનુભવી રહ્યા છે. ઉ