નબળી આર્થિક સ્થિતિને કારણે માતાએ જ નવજાત બાળકીને જીવતી દાટી દીધી હતી, પોલીસે માતાપિતાની ધરપકડ કરી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Himmatnagar: ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ બાળકીને જીવતી જમીનમાં દાટી દેનાર માતા-પિતાને પકડી પડ્યા છે. પૂછપરછ દરમિયાન માતાએ સ્વિકાર્યું છે કે તેણે જ બાળકીને ખેતરમાં દાટી દીધી હતી. પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી બાળકીને દાટી દેવાનું નક્કી કર્યું હતું.
મળતી માહિતી મુજ પોલીસે કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી માતા-પિતાની ધરપકડ કરી હતી. તેઓ છેલ્લા 15 દિવસથી ગાંભોઈમાં આવ્યાં હતાં. ગાંભોઈ પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગઈ કાલે હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના ખેતરમાં એક ખેતમજૂર મહિલા કામ કરી રહી હતી ત્યારે તેને જમીનમાં કંઈક હલતું દેખાતાં તેણે બોમાબૂમ કરી હતી જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જમીન ખોદતાં નવજાત બાળકી મળી આવતા સૌ ચોંકી ઉઠ્યા હતા. જમીનમાં દટાયેલી હોવા છતાં બાળકી હાથ પગ ચલાવી રહી હતી. જે જોઇને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા.
ઘટનાની જાણ કરાતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. આ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી તેથી તેને કુત્રિમ શ્વાસ પણ આપવામાં આવ્યો હતો. હાલ હિંમતનગર સિવિલમાં બાળકીની સારવારમાં ચાલી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.