નવી દિલ્હી: દિલ્હીમાં સોમવારે સવારે ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતાં રોડ અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આવનારા પાંચ દિવસ દિલ્હીમાં આ જ પરિસ્થિતિ રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
આ કારણે વિમાનસેવા ખોરવાઈ જવાની તેમ જ અનેક ટ્રેનોને અન્ય રૂટ પર વાળવામાં આવે એવી શક્યતા છે.
ભારે ધુમ્મસને કારણે સોમવારે સવારે ૨૦ જેટલી ટ્રેન ૧૫ મિનિટથી લઈને બે કલાક જેટલી મોડી પડી હતી. ભારે ધુમ્મસને ધ્યાનમાં રાખીને વાહનોની સ્પિડ પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
ધુમ્મસને કારણે ટ્રેન અને વિમાનસેવા પર પડનારી અસર અને સમયપત્રકમાં થનારા ફેરફાર અંગે પ્રવાસીઓને આગોતરી જાણકારી આપી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
દિલ્હીમાં સોમવારે ૭.૨ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. હવામાં ભારે ભેજ અને ઓછા પવનને કારણે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ તેમજ ઉતર પ્રદેશમાં આવનારા પાંચ દિવસ દરમિયાન ભારે ધુમ્મસ જોવા મળે એવી શકયતા હોવાનું હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી)
દિલ્હીમાં ભારે ધુમ્મસને કારણે રોડ, રેલ વ્યવહાર ખોરવાયો
RELATED ARTICLES