ટેકનિકલ ખામીને કારણે સ્પાઈસજેટની ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

દેશ વિદેશ

મંગળવારે દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ તેને કરાચી (પાકિસ્તાન) તરફ વાળવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. મુસાફરોને દુબઇ લઇ જવા માટે મુંબઇથી સ્પાઇસ જેટના અન્ય વિમાનને કરાચી રવાના કરવામાં આવ્યું હતું.
એરલાઇનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “સ્પાઈસજેટ બોઇંગ 737 MAX એરક્રાફ્ટ ઓપરેટિંગ ફ્લાઈટ SG-11 (દિલ્હી-દુબઈ)ને ઈન્ડિકેટર લાઈટમાં ખામીને કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. એરક્રાફ્ટ કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.”
બજેટ એરલાઇન્સ સ્પાઇસ જેટમાં તાજેતરના સમયમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. 2 જુલાઈ, 2022ના રોજ, સ્પાઈસજેટ Q400 એરક્રાફ્ટ SG-2962 (દિલ્હી-જબલપુર) પાંચ હજાર ફૂટની ઉંચાઇએ પહોંચ્યું ત્યારે ક્રૂએ કેબિનમાં ધૂમાડો જોતા વિમાનને તાકીદે દિલ્હી પરત વાળવામાં આવ્યું હતું.
કરાચીમાં MAXને રિપેર કરવા અને તેને ઘરે પરત લાવવા માટે મુંબઈથી રિપ્લેસમેન્ટ એરક્રાફ્ટ માણસો અને સામગ્રી મોકલવામાં આવી રહી છે. કરાચીમાં અટકી પડેલા મુસાફરોને દુબઇ લઇ જવા માટે સ્પાઈસજેટે મુંબઈથી કરાચી ખાતે એરક્રાફ્ટ મોકલ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.