ઈંદોરમાં પતિએ ક્રૂરતાની તમામ હદો પાર કરી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર જૂની થાના ક્ષેત્રના ટાવર ચોર નજીક સફાયર બિલ્ડિંગમાં ચોકીદારની નોકરી કરતા સુદામા દારૂનો બંધાણી હતો. છેલ્લાં કેટલાક દિવસથી તેની તબિયત ખરાબ હતી. પતિ દારૂ છોડાવવા માટે કોઈ આયુર્વેદિક દવા આપી રહી હોવાનો શક સુદામાને ગયો હતો. બુધવારે રાત્રે તે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની રસોઈ બનાવી રહી હતી ત્યારે અચાનક પત્નીનું માથુ ઉકળતા તેલમાં નાંખી દીધું હતું. ચીસો સાંભળીને પાડોસી ઘટનાસ્થળે પહોંચી ગયાં. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સુદામાની પત્નીની સારવાર ખાનગી હોસ્પિટલમાં થઈ રહી છે. પીડિતાએ કરેલી ફરિયાદને આધારે આરોપી પતિની ધરપકડ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.