નશામાં ધૂત 63 વર્ષિય સ્વીડિશ નાગરીક પર બેન્કોંક થી મુંબઇ જનારી ઇંડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં 24 વર્ષની કેબિન ક્રૂ સાથે છેડતી કરી હોવાના આક્ષેપ થયો છે. મુંબઇ પોલીસ દ્વારા આ આક્ષેપના આધારે આ સ્વીડિશ નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ક્લાસ એરિક હોરાલ્ડ જોનાસ વેસ્ટબર્ગ નામના આ યાત્રી પર તેના એક સહયાત્રી સાથે મારા-મારી કરી હોવાનો આક્ષેપ પણ થયો છે.
એક ન્યુઝ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ વેસ્ટબર્ગે ભોજન પીરસતી વખતે એરહોસ્ટેસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેણે ફ્લાઇટમાં અનિયંત્રીત વ્યવહાર કરવાનું શરુ કરી દીધ જ્યારે તેને કહેવામાં આવ્યું કે બોર્ડ પર કોઇ ભોજન નથી. આખરે તે ચિકન ડીશ લેવા તૈયાર થઇ ગયો. અને જ્યારે એરહોસ્ટેસ બિલ પેમેન્ટ માટે પીઓએસ મશીન લઇને તેની પાસે ગઇ તો આ યાત્રીએ કાર્ડ સ્વાઇપ કરવાના બહાને એરહોસ્ટેસનો હાથ ખોટી રીતે પકડ્યો હતો. આ મહિલાએ પોલીસે કહ્યું કે જ્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો તો આ યાત્રી પોતાની જગ્યાએથી ઉભો થઇને બીજા યાત્રીઓ સામે છેડતી કરવા લાગ્યો. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે પછી વેસ્ટબર્ગે અન્ય યાત્રીઓ અને સ્ટાફ સાથે પણ ખરાબ વર્તન કર્યું. આ આરોપીની ગુરુવારે મુંબઇ એરપોર્ટ પહોંચવાની સાથે જ ધરપકડ કરવામાં આવી હતી.