સીએસએમટી-ભાયખલા વચ્ચે ટ્રેક પર પડ્યું ડ્રમ ઈમર્જન્સી બ્રેક મારીને ટ્રેન રોકી લેવામાં મોટરમેન સફળ, હોનારત ટાળી

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં સીએસએમટી અને ભાયખલા સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેકની વચ્ચે પડેલા ડ્રમને જોતા મોટરમેને ઈમર્જન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી લેવાની સાથે મોટી હોનારતમાંથી મધ્ય રેલવે બચી ગયું હતું.
શુક્રવારે બપોરના ૩.૧૦ વાગ્યાના સુમારે સીએસએમટી-ભાયખલાની વચ્ચે આ બનાવ બન્યો હતો. સીએસએમટીથી બપોરના ૩.૧૦ વાગ્યાના સુમારે ખપોલી ફાસ્ટ લોકલ રવાના કરી હતી ત્યારે રેલવે ટ્રેક કિલોમીટર ૨/૪૩૫ (સીએસએમટી-ભાયખલા સ્ટેશનની વચ્ચે) નજીક ટ્રેકની વચ્ચે એક લોખંડનું ડ્રમ પડેલું જોવા મળ્યું હતું. ખપોલી ટ્રેનના મોટરમેન (અશોક કુમાર શર્મા)એ ઈમર્જન્સી બ્રેક મારી હતી, પરંતુ ડ્રમને સામાન્ય ટક્કર વાગી હતી. સહેજ ટક્કરને કારણે જોરથી અવાજ આવ્યો હતો અને પ્રવાસીઓ પણ ગભરાઈ ગયા હતા. જોકે, મોટરમેને ગાર્ડને જાણ કર્યા પછી કંટ્રોલની મદદથી રેલવે પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. રેલવે પોલીસની મદદથી ડ્રમની તપાસ કરી તો તેમાં પથ્થર ભરેલા હતા. પોલીસ અને પ્રવાસીઓની મદદથી ડ્રમને હટાવવામાં આવ્યું હતું અને ટ્રેનને ખપોલી ખાતે રવાના કરવામાં આવી હતી. જોકે, મોટરમેને ટ્રેનને ઈમર્જન્સી બ્રેક મારી ન હોત તો ગાડીનું જમ્પર, વાયર અને લોકલ ટ્રેનની અન્ય સાધનસામગ્રીને નુકસાન થયું હતું. એટલું જ નહીં, ડિરેલમેન્ટ પણ થઈ શકે છે. આ મુદ્દે ભાયખલામાં અજ્ઞાત વ્યક્તિની સામે આઈપીસી ૧૫૪ અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે ટ્રેક પર ડ્રમ ક્યાંથી આવ્યું અને ટ્રેક પર કઈ રીતે લઈ જવામાં આવ્યું તેના અંગે તપાસ ચાલી રહી છે. જોકે, ટ્રેન લગભગ પાંચ મિનિટ ખોટકાઈ હતી, ત્યાર બાદ ટ્રેન કલ્યાણમાં રાઈટ ટાઈમ પહોંચી હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.