ડ્રગ્સ નેટવર્ક પર તવાઈ: ગુજરાતના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું, પંજાબની જેલમાં કેદ આરોપીએ મંગાવ્યું હોવાનો ખુલાસો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ડ્રગ્સના દુષણને ડામવા ગુજરાત સરકાર મક્કમ બની છે. ગત રાત્રે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયામાં મોટું ઓપરેશન હાથ ધરી ડ્રગ્સનો મોટા જથ્થા સાથે 6 પાકિસ્તાની શખ્સોને પકડી પડ્યા છે. ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે 40 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા થવા જાય છે. મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સ સાથે પાકિસ્તાના છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન શખ્સે આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.
ગુજરાત ATS એ વધુ એક વખત ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ બોલાવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા સંયુક્તપણે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની મરીન સીમામાં જઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
આ ડ્રગ્સનો જથ્થો પંજાબની જેલમાં કેદ એક નાઝીરિયન આરોપીએ મંગાવ્યો હોવાનું તપાસમાં સામે આવતા તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઈ છે.
નોંધનીય છે કે ગુજરાતમાં પકડાતા ડ્રગ્સ બાબતે વિપક્ષ દ્વારા સતત ગુજરાત સરકાર પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ મામલે તાજેતરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતુ કે, ‘ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે એક્શન લે છે. ગુજરાત પોલીસ વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સ સામે કાર્યવાહી કરે છે. અનેક રાજ્યમાંથી ગુજરાત પોલીસે વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે. અમે ડ્રગ્સ પકડીએ છીએ, તો આંકડા પણ દેખાડીશું જ. ભલે આંકડા વધે પણ અમે કામગીરી ચાલુ રાખીશું. વધુ આંકડા આવે તો પણ વાંધો નથી. કામ ચાલુ રહેશે.’

1 thought on “ડ્રગ્સ નેટવર્ક પર તવાઈ: ગુજરાતના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું, પંજાબની જેલમાં કેદ આરોપીએ મંગાવ્યું હોવાનો ખુલાસો

  1. Ball is in Kejariwal’s court. What is his party’s government in Punjab doing to check these orders from their jails for drugs. Punjab is land-locked so the drugs are ordered thru Gujarat coast. Gujarat has to deal with Punjab government’s shortcomings. Kejariwal holds them up as a model for Gujarat. Gujarat must beware and not fall for revdis.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.