પ્રતીકાત્મક તસ્વીર

મુંદ્રા પોર્ટ પર ફરી પકડાયું ડ્રગ્સ: બાતમીના આધારે ATSએ રૂ.350 કરોડ કિંમતનું 70 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું

આપણું ગુજરાત

Kutch: છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે. ખાસ કરીને કચ્છના મુદ્રા અને કંડલા પોર્ટ પર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના ખબર મળતા રહે છે. ત્યારે આજે ફરી મુન્દ્રા પોર્ટ(Mundra port)) પર એક કન્ટેનરમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ગુજરાત એટીએએસે(Gujarat ATS) મુંદ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. જેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
ગુજરાત એટીએસને બાતમી મળી હતી જેને આધારે તપાસ કરતા આ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો દુબઇના જેબલ અલી પોર્ટથી કન્ટેનરમાં લોડ કરવામાં આવ્યું હતું. આ કન્ટેનરમાં કપડા ભરવામાં આવ્યા હતા. કપડાની નીચે હાર્ડ બોર્ડની અંદરથી ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ પરના કોન્ટેનર ફ્રેઇટ સ્ટેશન(CFS) પરથી મળ્યું હતુ.
ગુજરાત ATSની ટીમ આ કન્સાઇમેન્ટ કોણે મોકલ્યું હતુ અને કોને આપવાનું હતુ તે અંગેની માહિતી એકત્રિત કરી રહી છે. આ ડ્રગ્સ કાંડમાં ભારતમાં રહેલી કોઈ મોટી ગેંગનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. આ અંગે હજુ મોટા ખુલાસા થવાની સંભાવના છે. હાલ એક જ કન્ટેનરમાં ડ્રગ્સ ઝડપાયું છે. પરંતુ હજુ વધુ કન્ટેનરની તપાસ ચાલી રહી છે.
હજુ થોડા સમય પહેલા જ રમકડામાં ડ્રગ્સ પકડાયા બાદ ડ્રગ્સ માફિયાઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.