Homeદેશ વિદેશપૈસા લેવાના બહાને ઘરે આવ્યો અને ચાકુના ઘા ઝીંકીને પરિજનોની કરી નિર્મમ...

પૈસા લેવાના બહાને ઘરે આવ્યો અને ચાકુના ઘા ઝીંકીને પરિજનોની કરી નિર્મમ હત્યા!

દિલ્હીના પાલમ વિસ્તારમાં નશીલા પદાર્થની લતનો શિકાર થયેલા 25 વર્ષના યુવકે ઘરમાં ઝઘડા બાદ પોતાની માતા, દાદી, બહેન અને પિતાની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર થોડા દિવસો પહેલા તે નશા મુક્તિ કેન્દ્રથી પાછો આવ્યો હતો. મંગળવારે આરોપી કેશવે તેના પરિજનો સાથે ઝઘડો કર્યો હતો અને કથિત રીતે તેમની હત્યા કરી નાંખી હતી. ચારેય મૃતકોના મૃતદેહ અલગ અલગ રૂમમાંથી લોહીના ખાબોચિયામાં પડેલા મળ્યા હતાં.
મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પાડોશીએ પોલીસને ફોન કરીને કેશવના ઘરે ઝઘડો થઈ રહ્યો હોવાની જાણકારી આપી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યા હતાં. અને કેશવને તેના પાડોશીઓએ પકડી રાખ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કેશવ પાસે કોઈ નોકરી નહોતી. તે ગુરુગ્રામની એક કંપનીમાં કામ કરતો હતો, પરંતુ એક મહિનામાં તેણે નોકરી છોડી નાંખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular