Droupadi Murmu Oath Taking Ceremony: ભાભીએ આપી ખાસ ભેટ, કહ્યું શપથ-ગ્રહણ વખતે પહેરો એવી વિનંતી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દ્રૌપદી મુર્મુ દેશના પંદરમાં રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ સંસદના સેન્ટ્રલ હોલમાં આવતીકાલે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સમયે તેમનો પરિવાર પણ હાજર રહેશે. તેમનો પરિવાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી જવા રવાના થયો છે. આ દરમિયાન દ્રૌપદી મુર્મુની ભાભી ખાસ સંથાલી સાડી લઈને દિલ્હી જવા રવાના થઈ છે. તેમણે કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે તે શપથ ગ્રહણ દરમિયાન પહેરે. તેમના ભાભી સુકરી ટુડુ સંથાલી સાડી લઇને દિલ્હી જવા રવાના થયા છે.
દિલ્હી જતા પહેલા સુકરીએ કહ્યું, ‘હું દીદી (દ્રૌપદી) માટે સંથાલી સાડી લઇ રહી છું. મને ખબર નથી શપથ-ગ્રહણ સમારોહમાં તેઓ શું પહેરશે. કદાચ રાષ્ટ્રપતિ ભવન નવા રાષ્ટ્રપતિનો ડ્રેસ નક્કી કરશે. તેમ છતાં હું સંથાલી સાડી પહેરું છું, તેથી એમની માટે પણ મેં સંથાલી સાડી લીધી છે. મને આશા છે કે શપથ-ગ્રહણ સમારોહમાં તેઓ આ સાડી પહેરશે.’
સુકરી તેના પતિ તારીનસેન ટુડુ અને પરિવારના સભ્યો સાથે મયુરભંજ જિલ્લાના રાયરંગપુર નજીકના ઉપરબેડા ગામમાં રહે છે. તે તેના પતિ સાથે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. તેમણે દ્રૌપદી મુર્મુ માટે ‘અરિસ્સા પીઠા’ નામની પરંપરાગત મિઠાઇ પણ લીધી છે.
મુર્મુની પુત્રી ઇતિશ્રી બેંક ઓફિસર છે અને તેના પતિ ગણેશ હેમબ્રમ નવી દિલ્હી પહોંચી ગયા છે. તે દ્રૌપદી મુર્મુ સાથે રહે છે. તે જ સમયે, ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિના પરિવારના માત્ર ચાર સભ્યો – ભાઈ, ભાભી, પુત્રી અને જમાઈ – શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
મહિલાઓ ખાસ પ્રસંગોએ સંથાલી સાડી પહેરે છે. આ સાડીઓના બંને છેડા પર ખાસ ડિઝાઇનિંગ કરવામાં આવે છે. સંથાલી સાડીઓના એક છેડે અમુક પટ્ટાવાળી વર્ક હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.