Homeઉત્સવડ્રોન ટેક્નોલોજી: યે ઝમીં ગા રહી હૈ આસમાં ગા રહા હૈ

ડ્રોન ટેક્નોલોજી: યે ઝમીં ગા રહી હૈ આસમાં ગા રહા હૈ

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

ડ્રોન એક એવું ડિવાઇસ છે જેને અત્યારે કોઈ ટૅક્નોલૉજીની ભાષામાં વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. લગ્નથી લઈને લડાઈ સુધીના દરેક આઉટડોરમાં આ ટૅક્નોલૉજીએ એક એવું સ્થાન લઈ લીધું છે જેનો આવનારા એક દાયકા સુધી વિકલ્પ ઉપકરણના દરિયામાં ડૂબકી મારીને શોધીએ તો પણ મળે એમ નથી. કૅમેરા ટૅક્નોલૉજી અને ફ્લાઈંગ વિંગના કોમ્બિનેશનથી એક એવું આધુનિક ડિવાઇસ ઘર આંગણે આવી રહ્યું છે જેમાં દરરોજ નવો સૂર્યોદય થાય છે.
ખાસ કરીને જ્યારે વાત વીડિયોગ્રાફી-ફોટોગ્રાફીની કે કોઈપણ પ્રકારના સર્વેલિયન્સ તેમ જ વિઝયુલાઈઝેશન હોય ત્યારે આ ડિવાઇસે કલ્પનાઓને વાસ્તવિકતામાં ફેરવી દીધી છે. એક સમયે પહાડ જેવડા પડકારો સામે આટલું આધુનિક પરાક્રમ અનેક દરવાજા ખોલીને ક્ષિતિજને પાર પહોંચ્યું છે. એવામાં સૈન્ય સાથે સીધી રીતે જોડાયેલી રિસર્ચ સંસ્થા ડી.આર.ડીઓ એક સ્વદેશી પારેવું લાવ્યું છે જેની કલ્પના કરવી કે સ્વીકારવી એ હૈયું ધબકારો ચુંકે એટલું આશ્ર્ચર્યજનક છે.
ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટરની પ્રથમ ઉડાન કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ સ્વચાલિત મોડમાં ઊડતા વિમાને ઉત્તમ ટેક-ઑફ, વે પોઈન્ટ નેવિગેશન વગેરેનું પ્રદર્શન કર્યું અને સરળતાથી નીચે ઊતર્યું. આ પાછળની મૂળ કહાની એ છે કે ઓટોમસ ફ્લાઈંગ રીંગ ક્યાંક ને ક્યાંક ડ્રોન ટેકનોલોજીના બેઝિક પર આધારિત છે જેનું સંપૂર્ણ ક્ધટ્રોલિંગ જમીન પરથી થાય છે જ્યારે ડિવાઇસ પોતાના ઓપરેશન હજારો ફૂટ ઊંચા આકાશમાં દેખાડે છે.
વિમાનની આ ઉડાન ભવિષ્યના માનવરહિત વિમાનના વિકાસ માટે જરૂરી ટૅક્નોલૉજી સાબિત કરે છે. આ સાથે, તે વ્યૂહાત્મક સંરક્ષણ તક્નીકની દિશામાં પણ એક મોટું પગલું છે. આ માનવરહિત વિમાનને બેંગલૂરુની એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. અઉઊ એ ઉછઉઘ ની અગ્રણી સંશોધન પ્રયોગશાળા છે. આ એરક્રાફ્ટ નાના ટર્બોફેન ઍન્જિન દ્વારા સંચાલિત છે.
ભવિષ્યમાં માનવરહિત વિમાન આકાર લેશે એ વાત તો નક્કી છે, પરંતુ આજે પણ ઘણા બધા વિમાનોમાં ઓટો પાયલોટ હોય છે એ કેટલું સફળ અને કેટલું નિષ્ફળ એ તો રિસર્ચ તેમ જ રિઝલ્ટ માગી લે એટલી મોટી ચર્ચાનો વિષય છે જ્યારે ઇલેક્ટ્રિક વ્હિકલની શરૂઆત હતી એવા
સમયે માનવરહિત અને રિમોટ કંટ્રોલ આધારિત કારની પણ ઘણી મોટી ચર્ચાઓ હતી, પરંતુ જે મહાનગરોમાં રખડતા પશુઓ ચિંતા અને અણધાર્યા રસ્તા ક્રોસ કરે એવામાં ઓટોમેટીક કાર દોડતી હોય શું એ અચાનક બ્રેક મારે??
નોંધપાત્ર રીતે, આ એરક્રાફ્ટ માટે ઉપયોગમાં લેવાતી એરફ્રેમ, અંડરકેરેજ અને સમગ્ર ફ્લાઇટ કંટ્રોલ અને એવિઓનિક્સ સિસ્ટમ્સ સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. જો આ રીતે જોવામાં આવે તો સૈન્ય ટૅક્નોલૉજીની દિશામાં ભારતનું એક મોટું પગલું છે. સંપૂર્ણ ઓટોનોમસ મોડમાં કાર્યરત, એરક્રાફ્ટે ટેક-ઑફ, વે પોઈન્ટ નેવિગેશન અને સ્મૂધ ટચડાઉન સહિત સંપૂર્ણ ફ્લાઈંગ સંબંધિત એક્ટિવિટી ખૂબ સફળતાપૂર્વક પૂરી થઈ હતી. ઉછઉઘ એ ભૂતકાળમાં નિશાંત, રુસ્તમ, તાપસ અને લક્ષ્ય જેવા વિવિધ ડ્રોન વિકસાવ્યા છે, જેમાં વિવિધ ક્ષમતાઓ અને ઓપરેશનલ ભૂમિકાઓ છે.
ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર એ ઓટોનોમસ સ્ટેલ્થ અનમેન્ડ કોમ્બેટ એર વ્હિકલ (યુસીએવી)નો પુરોગામી છે જે મુખ્યત્વે ભારતીય વાયુસેના માટે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી રહી છે. અને ખાસ વાત એ છે કે તે ખૂબ જ નાની રેંજમાં અને રડારના સર્વે લેન્સમાં છુપા રુસ્તમ ની જેમ કામ કરી શકે છે, જ્યારે લાંબી રેન્જમાં હોય ત્યારે સંપૂર્ણ કંટ્રોલિંગ કોઈ સેફ જગ્યા પરથી થાય તો સૈન્ય ઓપરેશનને મોટી સફળતા મળી રહે છે.
ખાસ કરીને જ્યારે દુશ્મન દેશના ચોક્કસ લોકેશન ઉપર જે તે પહેરેદારી કે પોઝીશન હોય ત્યારે સૈન્યને ટ્રેક કરવું સરળ બને છે, પરંતુ સૌથી મોટી ચેલેન્જ રડારના રેન્જમાંથી બચવાની હોય છે. જ્યારે પણ આવી કોઈ વસ્તુ આકાશમાં દેખાય છે ત્યારે સૌ પ્રથમ તો એને તોડી પાડવામાં આવે છે. પંજાબમાં ભારતીય વિસ્તારમાં જોવા મળતા પાડોશી દેશના કેટલાય ડ્રોનને ફાયર કરી દેવાયા છે, જેનો હેતુ આકાશી ચિત્ર જોઈને સૈન્યની જગ્યાઓ શોધવાનો હોય છે.
સૌથી ચેલેન્જ વસ્તુ એ હોય છે કે જ્યારે પણ આ પ્રકારની ટૅક્નોલૉજી તૈયાર થતી હોય ત્યારે એને ટેસ્ટ અને મેન્ટેનન્સ માટે ઘણી મોટી રકમ ખર્ચાઈ જાય છે. આ સિવાય સૌથી મોટું જોખમ એ પણ હોય છે કે જો ટેસ્ટમાં નિષ્ફળતા મળી તો બીજી દિશામાં એટલી ઝડપથી અમલીકરણ કરવું શક્ય એટલું નથી હોતું. પણ એક વાત અવશ્ય સ્વીકારવી પડે કે આપણા દેશે ડીપેન્ડન્સી દૂર કરીને એક્સેલએન્સીનો ચમકારો આખી દુનિયાને આપી દીધો છે.
ડ્રોન ટૅક્નોલૉજીનો જન્મ ભલે બીજા દેશમાં થયો હોય, પરંતુ લાઇટિંગ અને એલઇડી આધારિત ડ્રોન સિસ્ટમથી કેવા અને કેટલા ખતરનાક કરતબ થઈ શકે એનો નજારો આપણે સૌએ જોયેલો છે. અમદાવાદમાં જ્યારે અટલબિજનું લોકાર્પણ થયું ત્યારે ડ્રોન ડેમોસ્ટ્રેશન ખૂબ અદભુત રહ્યું હતું. ટૅક્નોલૉજીની દુનિયામાં ક્યુરસિટી એ નવી સુવિધા માટેનું પહેલું પગથિયું બને છે જ્યારે એના એપ્લિકેશન પરથી ક્રિયેટિવિટીની દુનિયાને વિશાળ પાંખ લાગે છે.
ફાઈટર વેપન ટૅક્નોલૉજીની દુનિયામાં આ ડિવાઇસ એક માઈલસ્ટોન સમાન છે જેના પરથી વાર કરી શકે અને પરત પણ આવી શકે એવા
હવાઈ ઉપકરણ એક નવી દિશા ઉઘાડશે. જ્યારે પણ આ પ્રકારના
પ્રયોગ થાય છે ત્યારે ઘણા બધા કોન્સેપ્ટને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે. એક હકીકત એ પણ સ્વીકારવી પડે કે ડ્રોન ટૅક્નોલૉજી ભલે નવી હોય, પરંતુ જાણે જોખમનું અમલીકરણ કરવા માટે મેદાને પડ્યા હોય એટલી ઘાતક છે.
——–
આઉટ ઑફ ધ બોક્સ
જ્યારે પણ ઠોકર વાગે ત્યારે પડી જવાના બદલે કે રડી જવાના બદલે બમણા ફોર્સથી ઉપર ઊડવા માટેનો પ્રયાસ એટલે ખરા અર્થમાં વિહંગાવલોકનની પ્રથમ શ્રેણી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular