Homeટોપ ન્યૂઝDrone strikes in Yemen: અલ-કાયદાનો ટોચનો કમાન્ડર હમાદ બિન હમુદ યમનમાં માર્યો...

Drone strikes in Yemen: અલ-કાયદાનો ટોચનો કમાન્ડર હમાદ બિન હમુદ યમનમાં માર્યો ગયો

વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાં જેની ગણતરી થાય છે તે અલ-કાયદા ઓસામા બિન લાદેન અને અલ જવાહિરીના મોત બાદ પણ સક્રિય છે. અમેરિકાએ યુદ્ધગ્રસ્ત યમનમાં હવાઈ હુમલામાં અલ-કાયદાના વધુ એક એક અગ્રણી નેતા ઠાર માર્યો છે.
પશ્ચિમ એશિયાઈ દેશ યમનના સુરક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અરેબિયન પેનિન્સુલામાં અલ-કાયદાની શાખાનો ટોચનો નેતા હમાદ બિન હમુદ અલ-તમીમી ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, હમાદ બિન હમુદ અલ-તમીમીને ઉત્તરી પ્રાંત મારીબમાં નિશાન બનાવવામાં આવ્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે અલ-તમીમી ઉત્તરી પ્રાંત મારીબમાં ભાડાના મકાનમાં રહેતો હતો, ત્યાંથી ગુપ્તચર એજન્સીઓને તેના વિશે બાતમી મળી હતી, ત્યારબાદ તેને મારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. યમનના એક સરકારી અધિકારીએ અલ-તામીમી પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે.
અમેરિકી ગુપ્તચર એજન્સીઓ અનુસાર, હમાદ બિન હમુદ અલ-તમીમી સાઉદી મૂળનો આતંકવાદી હતો, જેને અબ્દેલ અઝીઝ અલ-અદનાની તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અરેબિયન પેનિનસુલામાં અલ-કાયદાની શાખા AQAPનું નેતૃત્વ કરતો હતો અને આતંકવાદી જૂથના “ન્યાયાધીશ” તરીકે કામ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular