ગયા વર્ષે દૃશ્યમ-2 નવેમ્બર 18ના રિલીઝ થઈ ગઈ અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મની સફળતાનો અંદાજો તો એ પરથી જ લગાવી શકાય કે તેણે તેની સામે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ અને જેમ્સ કેમેરુનની ફિલ્મ અવતાર-2ને પણ કમાણીના મામલામાં ટકવા દીધી નહોતી. બોક્સ ઓફિસ પર જાદુ ચલાવ્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરી દેવામાં આવી છે, એવામાં જોવાનું એટલું જ કે અહીં વિજય સાલગાંવકર દર્શકો પર પોતાના અભિનયનો કેટલો અને કેવો જાદુ ચલાવશે. દૃશ્યમ-2નો પહેલો ભાગ સાત વર્ષ પહેલાં એટલે કે 2015માં રિલીઝ થયો હતો અને ત્યારથી જ વિજય સાલગાંવકર અને તેનો પરિવાર દર્શકોના દિલ પર છવાઈ ગયો હતો. મૂળ તો દૃશ્યમ એ એક મલયાલમ ફિલ્મ છે જેનો બીજો ભાગ 2021માં રીલિઝ થયો હતો. અભિષેક પાઠક ડિરેક્ટેડ દૃશ્યમ-2ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને આ આજે ફિલ્મની ગોલ્ડન જ્યુબિલી પણ છે. કદાચ મેકર્સને આ જ સક્સેસને સેલિબ્રેટ કરવા ફિલ્મ આજના જ દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનો નિર્ણય લીધો હોય…
Drishyam 2 મળશે હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ…
RELATED ARTICLES