વધુ એક ચીનની મોબાઇલ કંપની પર દરોડા, 4389 કરોડની ટેક્સ ચોરીનો આરોપ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ચીનની વધુ એક મોબાઇલ કંપની ઓપ્પો મોબાઇલ્સ (Oppo Mobiles) પર ટેક્સ ચોરીનો આરોપ લાગી રહ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજેન્સ (DRI) દ્વારા ઓપ્પો ઇન્ડિયાએ કરેલી 4,389 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટીની ચોરી પકડવામાં આવી છે.
ઓપ્પો ઇન્ડિયા મોબાઇલ હેન્ડસેટની મેન્યુફેક્ચરિંગ, અસેમબ્લિંગ, હોલસેલ ટ્રેડિંગ અને મોબાઇલ ફોન તેમ તેની અસેસરીઝના ડિસ્ટ્રીબ્યૂશનના કારભારથી જોડાયેલી છે. ઓપ્પો ઇન્ડિયા અલગ અલગ બ્રાન્ડના નામથી દેશમાં મોબાઇલ ફોન વેચે છે, જેમાં ઓપ્પો, વનપ્લસ અને રિયલમી સામેલ છે.
DRIએ ઓપ્પો ઇન્ડિયાની ઓફિસો અને મેનેજમેન્ટથી જોડાયેલા લોકોના ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અનેક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજોથી જાણવા મળ્યુ છે કે ઓપ્પો ઇન્ડિયાએ મેન્યુફેક્ચરિંગથી જોડાયેલી કેટલીક વસ્તુઓની આયાતને લઇને જાણીજોઇને ખોટી માહિતી આપવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.