દેશને મળ્યા 15મા રાષ્ટ્રપતિ! દ્રૌપદી મૂર્મુનો ઐતિહાસિક વિજય, પહેલા આદિવાસી મહિલા બન્યા રાષ્ટ્રપતિ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરી બાદ તેમને રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બનવા માટે કુલ મત પૈકી 50 ટકા જેટલા વોટની જરૂર હોય છે, પરંતુ મુર્મૂને 72 ટકા જેટલા વોટ મળ્યા હોવાની માહિતી મળી છે. મૂર્મુના વિજય પહેલા જ કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન એસ. પી. બઘેલે દ્રૌપદી મુર્મૂને શુભેચ્છાઓ આપી હતી.
ભાજપના મુખ્યાલયમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. દ્રૌપદી મુર્મુને ક્રોસ વોટિંગના માધ્યમથી અત્યાર સુધી 104 વિધાનસભ્ય અને 17 સાંસદનું સમર્થન મળ્યું છે. અત્યાર સુધી 16 રાજ્યોના 104 વિધાનસભ્યો ક્રોસ વોટ કરી મુર્મુને વોટ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.