દ્રૌપદી મૂર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા સપથ, કહ્યું- યુવાનો અને મહિલાઓને હિત મારા માટે સર્વોપરી રહેશે.

ટૉપ ન્યૂઝ

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu) આજે સવારે સંસદના સેન્ટ્રલ હોલમાં દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે(President of India) શપથ લીધા હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. CJI એન.વી.રામન્નાએ(N.V.Ramanna) તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે તે ગૌરવપૂર્ણ અનુભવ કરી રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Naredra Modi), ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ (Venkaiah Naidu)  અને અન્ય મુખ્ય નેતાઓ સંસદ ભવનમાં(Parlanet) હાજર રહ્યા હતા. શપથ લેતા પહેલા દ્રૌપદી મુર્મુ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
સપથ બાદ તેમણે વક્તવ્ય આપતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, ભારતના દરેક ગરીબ નાગરીકની સિદ્ધિ છે. હું દેશની પહેલી એવી રાષ્ટ્રપતિ પણ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. સંથાલ ક્રાંતિ, પાયકા ક્રાંતિથી લઈને કોલ ક્રાંતિ અને ભીલ ક્રાંતિ દ્વારા આદિવાસીઓના યોગદાનથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં મજબૂત બન્યું હતું. આપણને સામાજિક ઉત્થાન અને દેશભક્તિ માટે ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાજીના બલિદાનથી પ્રેરણા મળી છે. આજે હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને ખાતરી આપું છું કે આ પદ પર કામ કરતી વખતે તેમના હિત મારા માટે સર્વોપરી રહેશે. આજે હું પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું.
તેમણે વધુમાં કહ્યું કે થોડા દિવસો પહેલા જ ભારતે કોરોના રસીના 200 કરોડ ડોઝ લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. કોરોના સામેની જંગમાં ભારતના લોકોએ જે ધીરજ, હિંમત અને સહકાર દાખવ્યો છે તે સમાજ તરીકે આપણી વધતી શક્તિ અને સંવેદનશીલતાનું પ્રતીક છે. મારો જન્મ એ આદિવાસી પરંપરામાં થયો છે જેણે હજારો વર્ષોથી પ્રકૃતિ તાળમેલ સાથી જીવનને આગળ ધપાવ્યું છે. મને મારા જીવનમાં જંગલો અને જળાશયોનું મહત્વ સમજાયું છે. આપણે પ્રકૃતિ પાસેથી જરૂરી સંસાધનો લઈએ છીએ અને સમાન આદર સાથે પ્રકૃતિની સેવા કરીએ છીએ.

“>

તેમણે વધુમાં કહ્યું કે સંસદીય લોકશાહી તરીકે ભારતે 75 વર્ષમાં ભાગીદારી અને સર્વસંમતિ દ્વારા પ્રગતિના સંકલ્પને આગળ વધાર્યો છે. વિવિધતાઓથી ભરેલા આપણા દેશમાં આપણે વિવિધ ભાષાઓ, ધર્મો, સંપ્રદાયો, ખાનપાન, જીવનશૈલી અને રીતરિવાજો અપનાવીને ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં સક્રિય છીએ.
તેમણે વધુમાં કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, નેહરુજી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ જેવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણને રાષ્ટ્રના સ્વાભિમાનને સર્વોપરી રાખવાનું શીખવ્યું હતું. રાણી લક્ષ્મીબાઈ, રાણી વેલુ નાચિયાર, રાણી ગેદિનલુય અને રાણી ચેન્નમ્મા જેવી ઘણી નાયિકાઓએ રાષ્ટ્ર સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં મહિલા શક્તિની ભૂમિકાને નવી ઊંચાઈઓ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.