(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના નાળાસફાઈના કામ માટે કૉન્ટ્રેક્ટર નક્કી કર્યા બાદ આખરે સફાઈનું કામ ચાલી કરી દેવામાં આવ્યું છે. ૩૧ મે, સુધીમાં નાળાસફાઈના કામ પૂરા કરવાનો લક્ષ્યાંક મુંબઈ મહાનગરપાલિકાએ રાખ્યો છે. મીઠી નદી સહિતના તમામ નાળાની સફાઈના કામ માટે વિવિધ કર સહિત કુલ ૨૬૩ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મુંબઈ શહેર, પૂર્વ ઉપનગર અને પશ્ર્ચિમ ઉપનગરના નાના-મોટા નાળા, ક્લ્વટર્સ તેમ જ રસ્તાને લાગીને આવેલી વરસાદી પાણીનો નિકાલ કરનારી ગટરને સાફ કરવામાં આવવાની છે. દર વર્ષે આ કામ માટે કૉન્ટ્રેક્ટર નીમવામાં આવતા હોય છે. તે મુજબ આ વર્ષે પણ પ્રક્રિયા પૂરી કરીને મીઠી નદીની સાથે જ ઉપનગર અને શહેરનાં નાળા સાફ કરવામાં આવવાના છે. પ્રશાસકની મંજૂરી બાદ વર્કઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ વર્ષે નાળાસફાઈના કામમાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઈવે પર આવેલા ગટર અને કલ્વર્ટર માટે પણ અલગથી કૉન્ટ્રેક્ટર નીમવામાં આવ્યો છે. તે માટે સાડાબાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. નાળા સાફ કરીને નીકળનારા ગાળનું વહન કરનારા ડંપર પર નજર રાખવા માટેની વેહિકલ ટ્રેેકિંગ સિસ્ટમ એ પાલિકાના સર્વરને જોડવામાં આવી હોઈ જે ઠેકાણે આ ગાળ નાખવામાં આવવાનો છે ત્યાં ડમ્પિંગ ગ્રાઉન્ડ પર સીસીટીવી કેમેરા લગાવવા કૉન્ટ્રેક્ટર માટે ફરજિયાત કરવામાં આવ્યા છે. તેમ જ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ગાડી ખાલી કરીને આવતા ખાલી ડંપરનું વજન કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ગયા વર્ષે મોટા અને નાના નાળાનો ગાળ કાઢવા માટે કુલ ૧૬૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેની સરખામણીમાં આ વર્ષે ખર્ચ વધ્યો છે, જેમાં શહેરમાં નાળાસફાઈ માટે ૨૦.૩૫ કરોડ રૂપિયા, પૂર્વ ઉપનગરમાં નાળાસફાઈ માટે ૬૫.૭૬ કરોડ રૂપિયા અને પશ્ર્ચિમ ઉપનગરની સફાઈ પાછળ ૯૦.૯૪ કરોડ રૂપિયા તેમ જ મીઠી નદીની સફાઈ પાછળ ૮૬.૧૪ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂર કરવામાં આવ્યો છે. ઉ