Homeઆપણું ગુજરાતરાજકોટના ડેપ્યૂટી મેયર પદેથી ડૉ. દર્શિતાબેન શાહનું રાજીનામું

રાજકોટના ડેપ્યૂટી મેયર પદેથી ડૉ. દર્શિતાબેન શાહનું રાજીનામું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ મનપાના ડે. મેયર પદેથી ડૉ. દર્શિતા બેન શાહે રાજીનામું આપી દીધું છે. તેઓના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયાના બે મહિના બાદ પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવતા દર્શિતાબેન શાહે સવારે મેયર ડૉ. પ્રદિપ ડવને ડે. મેયર પદેથી રાજીનામું આપતો પત્ર આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં ડૉ. દર્શિતાબેન શાહ કોર્પોરેટર પદે ચાલુ હોવા છતાં પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી. ડૉ. દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી વિજેતા બન્યાં હતાં.
દરમિયાન ધારાસભ્ય બનેલા અને મહાપાલિકામાં પદાધિકારીનો હોદ્દો ભોગવતાં કોર્પોરેટરને પદાધિકારીનો હોદ્દો ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેનું પાલન કરતા સોમવારે સવારે વોર્ડ નં. ૨ના કોર્પોરેટર અને ગત તા. ૧૨મી માર્ચ ૨૦૨૧થી રાજકોટ મહાનગરપાલિકામાં ડે. મેયર તરીકેની જવાબદારી સંભાળી રહેલા ડૉ. દર્શિતા શાહે ડે. મેયર પદેથી રાજીનામું આપતો પત્ર મેયરને સોંપી દીધો હતો. તેઓનું રાજીનામું પણ મંજૂર કરી લેવામાં આવ્યું છે.
રાજીનામું મંજૂર કર્યા બાદ મેયરે જણાવ્યું હતું કે નવા ડે.મેયરની વરણી કરવા માટે ટૂંક સમયમાં ખાસ બોર્ડ-બેઠક બોલાવવામાં આવશે. જેમાં ખાલી પડેલી ડે. મેયરની જગ્યા માટે નવી નિયુક્તી કરવામાં આવશે. દર્શિતાબહેન કોર્પોરેટર તરીકે કાયમ રહેશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular