Homeમેટિની‘ડબલ XL’ સામાજિક સાઇઝ છે!

‘ડબલ XL’ સામાજિક સાઇઝ છે!

સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી અભિનીત ‘ડબલ એક્સએલ’ ફિલ્મ સમાજે નક્કી કરેલી શરીરની સાઇઝના સ્ટિરિયોટાઇપ ઉપર કોમેન્ટ કરે છે

દિલ ચાહતા હૈ -પાર્થ દવે

પોતાના વજન કે સ્કીન કલર બાબતે ઘણી મહિલાઓ કે ઇવન પુરુષો પણ ટેબૂના શિકાર બનતા હોય છે. આજે પણ લગ્ન બાબતે યુવતીઓ દેખાવને લઈને ઘણી અસમંજસતા અનુભવતી હોય છે. સામાજિક ઢાંચામાં ફિટ ન થતી યુવતીઓને પર્સનલ કે પ્રોફેશનલ લાઈફમાં કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની વાત ‘ડબલ એક્સએલ’ ફિલ્મમાં કરવામાં આવશે. ‘ડબલ એક્સએલ’માં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા મુખ્ય રોલમાં જોવા મળશે.
હુુમા કુરેશી મેરઠની રાજશ્રી ત્રિવેદી નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે, જેને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર બનવું હોય છે અને લગ્ન નથી કરવા હોતા, તો બીજી તરફ સોનાક્ષીનું પાત્ર સાયરા ખન્નાને ફેશન ડિઝાઇનર બનવું હોય છે, પણ તે બોડી સાઇઝને લઈને મુશ્કેલીમાં મુકાય છે. બંને યુવતીઓ એકબીજાને મળ્યા બાદ સારા મિત્રો બની જાય છે અને તેઓ સાથે મળીને વજન નહીં, પણ પોતાનું નસીબ બદલાવવાનો નિર્ણય
લે છે.
આ ફિલ્મથી ક્રિકેટર શિખર ધવન બોલીવૂડ ડેબ્યુ કરી રહ્યો છે, તો ‘નોટબુક’ ફેમ ઝહીર ઇકબાલ અને ‘જિલ્લા’ ફેમ સાઉથ ઍક્ટર મહત રાઘવેન્દ્ર પણ આ મહત્ત્વના રોલમાં જોવા મળશે. સતરામ રામાણી નિર્દેશિત ‘ડબલ એક્સએલ’ સ્લાઇસ-ઓફ-લાઇફ કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ ૪ નવેમ્બરે રિલીઝ થવાની છે અને તે કેટરીના કૈફની ફિલ્મ ‘ફોન ભૂત’ સાથે ક્લેશ થશે.
——–
‘બ્રીધ: ઇન ટુ ધ શેડોઝ’: આ વખતે જુનિયર બચ્ચન વધુ ઇન્ટેન્સ રોલમાં!
અભિષેક બચ્ચન અને અમિત સાધને ચમકાવતી વેબ સિરીઝ ‘બ્રીધ: ઇન ટુ ધ શેડોઝ’ની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝનું ટીઝર રિલીઝ થયું છે જેમાં બતાવવામાં આવ્યું છે કે ચાર લોકોનું મર્ડર થઈ ગયું છે અને કિલરના ટાર્ગેટ પર વધુ છ વ્યક્તિ છે. પહેલી સીઝન જ્યાં પૂરી થઈ ત્યાંથી બીજી સીઝનની શરૂઆત થશે એવું લાગી રહ્યું છે.
અભિષેક બચ્ચન આ સિરીઝમાં ડૉ. અવિનાશના રોલમાં છે. જે પોતાની ફેમિલીને બચાવવા માટે કોઇપણ હદે જવા તૈયાર હોય છે. બીજી સીઝનમાં ડૉ. અવિનાશ વધુ ઇન્ટેન્સ રોલમાં દેખાશે. સાઉથની જાણીતી એક્ટ્રેસ નિત્યા મેનન આ સિરીઝમાં અભિષેક બચ્ચનની પત્નીના રોલમાં છે, તો અમિત સાધ પોલીસ ઓફિસર કબીર સાવંતના રોલમાં છે. આમ તો ‘બ્રીધ’ નામની સિરીઝમાં માધવન લીડ રોલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ નવા પ્લોટ સાથે ‘બ્રીધ: ઇન ટુ ધ શેડોઝ’ રિલીઝ થઈ જેમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં હતો. હવે તેની બીજી સીઝન ૯ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. મયંક શર્મા આ ‘બ્રીધ: ઇન ટુ ધ શેડોઝ ૨’ના નિર્દેશક અને લેખક પણ છે. અભિષેક બચ્ચન, અમિત સાધ, નિત્યા મેનન, સૈયામી ખેર, ઇવાના કૌર ઉપરાંત નવી સીઝનમાં નવીન કસ્તુરિયા પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. નવીન કસ્તુરિયા ‘પિચર્સ’, ‘એસ્પિરન્ટ્સ’ જેવા શૉઝ માટે જાણીતો છે. અભિષેક બચ્ચને આ શૉની સફળતા અંગે જણાવ્યું કે, ‘આ શૉને જે પ્રેમ મળ્યો છે અને સોશિયલ મીડિયા પર જે રીતે તેની ચર્ચા થાય છે તે બહુ પ્રોત્સાહક છે.’
———
‘પ્યાર કા પહેલા નામ રાધા મોહન’ માટે સ્ટન્ટ માસ્ટર બની ગઈ છે નિહારિકા રોય
‘પ્યાર કા પહેલા નામ રાધા મોહન’માં દર્શકોને રાધા અને મોહનની કેમેસ્ટ્રી પસંદ આવી છે. ‘કુમકુમ ભાગ્ય’ ફેમ શબીર આહલુવાલિયા અને ‘તેરા યાર હૂં મેં’ ફેમ નિહારિકા રોય આ શૉમાં લીડ રોલ ભજવી રહ્યાં છે. ‘પ્યાર કા પહેલા નામ રાધા મોહન’ આજના વૃંદાવનનું બેકડ્રોપ ધરાવતો રોમેન્સ ડ્રામા શૉ છે. મોહન, કે જે એક સમયે બહુ ચાર્મિંગ અને બેફિકરા સ્વભાવનો હોય છે, તે હવે ઉગ્ર અને તોછડો બની ગયો છે. બીજી તરફ આધ્યાત્મમાં માનનારી રાધા હકારાત્મક સ્વભાવ ધરાવતી યુવતી છે જે મોહનના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન
કરે છે.
આ શૉના એક સીન માટે નિહારિકા રોયે આગનો સીન શૂટ કર્યો હતો. દામિની (સંભાવના મોહંતી) રાધા અને ગુનગુન (રીઝા ચૌધરી)ને આગમાં ધકેલે છે, કારણકે તે નથી ઇચ્છતી કે રાધા અને મોહનનાં લગ્ન થાય. કિચનમાં આગથી ઘેરાયેલી નિહારિકાએ ગુનગુનને બચાવવાની હતી અને તેણે આ ફાયર સ્ટન્ટ બખૂબી પૂરો ર્ક્યો હતો. શૉ માટે તેણે આ ત્રીજો સ્ટન્ટ કર્યો છે. નિહારિકા રોય કહે છે, ‘મેં શૉમાં બહુ બધા સ્ટન્ટ પરફોર્મ કર્યા છે અને એ બધા જ કારકિર્દીમાં પહેલી વખત કરવાનો મોકો મળ્યો છે. હું દરરોજ કંઈક ને કંઈક નવું શીખું છું. પહેલા રોક ક્લાઈમ્બિંગ શીખી, મેં બોરવેલ અને ખાડામાં પણ સીન શૂટ કર્યા હતા. નાના રૂમમાં ચારેબાજુ આગવાળો સીન મારા માટે પડકારજનક, ડરામણો અને રોમાંચક પણ હતો.’

RELATED ARTICLES

Most Popular