ઓટીટી પર માર્ચ મહિનો મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. આ મહિનામાં ઘણી એક્શન, ક્રાઇમ અને ડ્રામા તથા રોમાન્સથી ભરપૂર ફિલ્મ અને સિરીઝ રિલીઝ થશે. ઐતિહાસિક નાટક ‘તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ’ ZEE5 પર રિલીઝ થશે, ત્યારબાદ તમે Disney + Hotstar પર ફેમિલી ડ્રામા ‘ગુલમોહર’નો આનંદ માણી શકશો. આ ડ્રામા સિરીઝમાં મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની ભૂમિકા છે.
સૌથી પ્રથમ દક્ષિણના સ્ટાર મોહનલાલની ફિલ્મ અલોન ડિઝની પ્લસ, હોટસ્ટાર પર હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ત્યાર બાદ ક્રિસ રૉકની સ્ટેન્ડ અપ કોમેડીનું પાંચમી માર્ચે જીવંત પ્રસારણ કરવામાં આવશે. ત્રણ માર્ચે પદ્મભૂષણ અન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર ગુલમહોર સાથે ડિજિટલ ડેબ્યુ કરશે. આ મલ્ટિજનરેશન ફિલ્મમાં મનોજ બાજપેયી પણ દમદાર ભૂમિકામાં છે. ‘તાજ: ડિવાઈડેડ બાય બ્લડ’
પિરિયડ ડ્રામા ‘તાજ: ડિવાઈડ બાય બ્લડ’ ZEE5 પર 3 માર્ચે સ્ટ્રીમ થશે. ધર્મેન્દ્ર, નસિરૂદ્દીન શાહ અને અદિતી રાવ હૈદરી જેવા કલાકારોને ચમકાવતો આ પિરિયડ ડ્રામામાં નસિરૂદ્દીન શાહ અકબરની ભૂમિકામાં છે. ત્યાર બાદ વારિસુ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 8 માર્ચે સ્ટ્રીમ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં થલપથી વિજય અને રશ્મિકા મંદન્નાની જોડી જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થઇ હતી.
ત્યાર બાદ 10 માર્ચે નેટફ્લિક્સ પર રાણા દુગબાતીની ફિલ્મ ‘રાના નાયડુ’ સ્ટ્રીમ થશે. 15 માર્ચે ઓટીટી પર ‘ધ રોક’ સ્ટાર ડ્વેઇન જોન્સનની ફિલ્મ બ્લેક એડમ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.
24 માર્ચે યોમી ગૌતમની ‘ચોર નિકલ કે ભાગા’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
તો બસ ટીવી સામે બેસીને મનોરંજન માટે તૈયાર થઇ જાવ.
માર્ચ મહિનામાં OTT પર ક્રાઇમ, થ્રિલર અને રોમાન્સનો ડોઝ મળશે
RELATED ARTICLES