અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનની ઘટના સામે આવી હતી. અહીં નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક દરવાજો ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક બાળકનું મૃત્યુ થયું છે અને બાળકની ઓળખ ફરાન ઘાંચી (ઉમર 7 વર્ષ) નામે કરવામાં આવી છે, જેનું રહેઠાણ રામલાલની ચાલી (કાલુપુર બ્રિજની નીચે) છે, જ્યારે અન્ય એક બાળક (અસદ શેખ -ઉંમર 9) પણ ઘાયલ થયેલ છે જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,એમ પ્રશાસને જણાવ્યું હતું.
શહેર કોટડા દરવાજો ધરાશાયીઃ એક બાળકનું મોત
RELATED ARTICLES