જો તમને પણ રાતના લાઈટ ઓન કરીને ઊંઘવાની ટેવ હોય તો તમારે પણ તમારી આ આદતને આજે જ તિલાંજલિ આપવી પડશે, કારણ કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તમારી આ આદત તમને નુકસાન પહોંચાડી શકે એમ છે.
યંગ લોકોને સારી હેલ્થ માટે 8 કલાકની ઊંઘ લેવાનું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ માટે ઊંઘ એ એક થેરેપી સમાન છે, જે શરીરના થાકને દૂર કરે છે. એક સુકૂનભરી ઊંઘ તમારા મગજને તાજગીથી કામ કરવા માટે તૈયાર કરે છે, તમારા મસલ્સને રિકવર પણ કરે છે, મૂડ સારો રહે છે અને તેની સાથે સાથે જ અનેક પ્રકારની ઊંઘનું જોખમ નથી રહેતું.
જોકે, ઊંઘતી વખતે પણ આપણે કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જો આ નાની નાની ભૂલો પર ધ્યાન નહીં આપવામાં આવે તો એને કારણે હેલ્થને નુકસાન પણ પહોંચી શકે છે.
ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ઊંઘતી વખતે રૂમની બધી જ લાઈટ બંધ કરે છે, જેથી કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના થાય. પણ એથી વિપરીત કેટલાક લોકોને લાઈટ્સ ઓન રાખીને ઊંઘવાની આદત હોય છે. તમારી જાણકારી માટે કે લાઈટ ઓન કરીને ઊંઘવું એ આરોગ્ય માટે જરા પણ સારું નથી. લાઈટ ચાલુ રાખીને ઊંઘવાને કારણે તમને નીચે મુજબના નુકસાન થઈ શકે છે.
એક હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે જેટલી લાઈટ્સ જરૂરી હોય છે, એટલું મહત્ત્વનું અંધારું પણ હોય છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે સ્વીડન અને નોર્વે જેવા દેશમાં ગરમીને કારણે 6 મહિના સુધી સૂર્યાસ્ત નથી થતો. એટલે લોકો ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. જ્યારે ભારતમાં લોકોને લાઈટ્સ ઓન રાખીને ઊંઘવાની ટેવ છે. આ લાઈટ્સ તમને ચિડચિડિયા બનાવી દે છે.
ડિપ્રેશન સિવાય લાઈટ્સ ઓન રાખીને ઊંઘવાની ટેવ તમને બીજી અન્ય બીમારીઓ પણ ભેટમાં આપે છે જેમ કે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ વગેરે વગેરે… ભૂલથી પણ લાઈટ્સ ચાલુ રાખીને ઊંઘવું ના જોઈએ.
એવું માનવામાં આવે છે કે લાઈટ ચાલુ રાખીને ઊંઘવાને ઊંઘ પૂરી નથી થતી. જેની અસર બીજા દિવસે જોવા મળે છે. આવું થવાને કારણે ઓફિસનું કામ કરવામાં સમસ્યા આવે છે. જેને કારણે સુસ્તી અને થાકનો અનુભવ થાય છે.
આ બધી સમસ્યાઓ વિશે વાંચ્યા બાદ ચોક્કસ જ તમે પણ હવે તમારી લાઈટ્સ ચાલુ રાખીને ઊંઘવાની આદતને આજે જ તિલાંજલિ આપી દેશો…