જિલ્લામા આવેલ ખાંભા તુલસીશ્યામ રેન્જમાં જંગલ નજીક ભાણીયા ગામમાં દીપડાએ સતત બે વખત હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજી વનવિભાગ દ્વારા દીપડાને પકડવા રાતભર ઉજાગરા કરી દોડધામ કરવામાં આવી રહ્યા છે. જોકે હજુ દીપડો પાંજરે પુરાયો નથી. આથી તેમણે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી દીપડો ન પકડાઈ ત્યાં સુધી તેઓ ખુલ્લામાં સૂવાનું ટાળે. વનવિભાગ સતત સ્કેનિંગ કરી દીપડાનું લોકેશન લેવા અલગ-અલગ વિસ્તારમાં દોડી રહ્યું છે. મળતી માહિતી મુજબ ભાણીયા ગામમાં એક ખેત મજૂર ઉપર હુમલો કર્યા બાદ ચાર દિવસ બાદ એક ખેડૂતનાં ખેતરમાં ખેતીનું ધ્યાન રાખવા માટે ખુલ્લામાં ખાટલામાં સૂતો હતો કે અચાનક જ દીપડાએ હુમલો કરી દીધો. આ ઘટના બનતા ખેડૂતો સહિત લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ઘટનાની ગંભીરતા દાખવી ધારી ગીર પૂર્વ ડિવિઝનનાં ડી.સી.એફએ મુલાકાત લીધા બાદ સ્થાનિક રેન્જને દીપડાને ઝડપથી પકડી પાડવા માટે સૂચના આપી હતી દીપડો પાંજરે નહી પુરાતા અલગ-અલગ વિસ્તારમાં 6 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે.