વરસાદને કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુનો સ્વર્ગીય નજારો, પ્રવાસીઓ રોમાંચિત

સ્પેશિયલ ફિચર્સ

તળાવનું એક આકર્ષક દૃશ્ય
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પહાડો પર છવાયેલ ઝાકળ, વહેતા ધોધ અને વાદળોની સાથે સંતાકૂકડી રમતા સૂર્યદેવને જોઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં માઉન્ટ આબુમાં 1,197 મીમી વરસાદ નોંધાયો છે.

વરસાદમાં માઉન્ટ આબુનો નજારો
વરસાદને કારણે પહાડોમાંથી ધોધ વહેવા લાગ્યા છે, જેનો પ્રવાસીઓ ખૂબ જ આનંદ માણી રહ્યા છે. નખી લેકમાં પાણીની આવક વધી છે. નખી લેક પાસેના પહાડો પર ધુમ્મસ અને વાદળોની ચાદર વચ્ચે મહોરી ઉઠેલી વનરાઇ જોઈને પ્રવાસીઓ સેલ્ફી લઈ રહ્યા છે. નદીનાળા છલકાઇને અલ્હડ બની વહેવા લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી છલકાઈ રહેલું નખી તળાવ જોઈ સ્થાનિક રહીશોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

હવામાનનો આનંદ માણવા માટે ટેકરા પર ચડતા પ્રવાસીઓ
લીલાછમ મેદાનોથી ઘેરાયેલું, માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર સૌથી ઊંચું અને નજીકનું હિલ સ્ટેશન છે. તેને ‘રાજસ્થાનનું કાશ્મીર’ પણ કહેવામાં આવે છે. માઉન્ટ આબુનું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓના દિલ જીતી લે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ માઉન્ટ આબુમાં હવામાનનો આનંદ માણવા આવે છે.

 

 

30 more hidden waterfalls in Upstate NY that will take your breath away - newyorkupstate.com

The gushing sound of water is like music to the soul. If you are looking for peace and rejuvenation, then must visit this hidden fall near Sunrise Point in Mount Abu.#Waterfall #waterfallsofrajasthan #Monsoon #water #MountAbu #travel #travelvideo #Rajasthan #RajasthanTourism pic.twitter.com/FqSg5MKbH0

— Rajasthan Tourism (@my_rajasthan) August 5, 2022

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.