હાઉસવાઇફ કોઇને ઉધાર ન આપો…મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન, ભાજપે કહ્યું- આ મહિલાઓનું અપમાન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

TMCના પ્રમુખ અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ફરી એકવાર તેમના નિવેદનને લઇને વિવાદમાં સપડાયા છે. મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં ગૃહિણી (હાઉસવાઇફ)ને ઉધારમાં ન આપવાની વાત કહી હતી. આ વીડિયોને ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ ટ્વીટ કર્યો છે. સાથે જ તેમણે મમતા બેનર્જીના આ નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે.

વીડિયોમાં ક્લિપમાં દેખાય છે કે મમતા બેનર્જી તેમના ભાષણમાં કહી રહ્યા છે કે જ્ઞાન, બુદ્ધિ અને ગૃહિણી કોઇને ઉધાર ન આપો, કારણ તે તેની પરત મળવાની સંભાવના હોતી નથી. આની સામે સવાલ ઉઠાવતા માલવિયાએ કહ્યું છે કે શું ગૃહિણીઓ અચલ સંપત્તિ છે? શું તેને ઉધાર આપી શકાય છે? આવા પ્રકારના નિવેદનો મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડે છે. બંગાળમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે સીએમની આવી માનસિકતા જ જવાબદાર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.