Homeસ્પેશિયલ ફિચર્સભૂલથી પણ ગુગલ ના કરશો આ પાંચ વસ્તુઓ નહીં તો ગણવા પડશે...

ભૂલથી પણ ગુગલ ના કરશો આ પાંચ વસ્તુઓ નહીં તો ગણવા પડશે જેલના સળિયા…

Google એ આજના સમયનું મોસ્ટ પોપ્યુલર સર્ચ એન્જિન છે અને આપણામાંથી ઘણા લોકો કંઈ પણ જાણવા કે સમજવા માટે ગુગલબાબાના શરણે જઈએ છીએ. પરંતુ તેમ છતાં કેટલીક એવી વસ્તુઓ છે કે જેના વિશે ગુગલ પર સર્ચ કરવું ભારે પડી શકે છે અને આજે અમે તમને અહીં એવી જ કેટલીક બાબતો વિશે જણાવીશું કે જે ગુગલ પર સર્ચ કરવાનું તમને ભારે પડી શકે છે એટલું જ નહીં પણ ગુગલ પર આ પ્રકારનું કન્ટેન્ટ સર્ચ કરવા માટે તમને જેલ પણ થઈ શકે છે.
બોમ્બ કે વિસ્ફોટક કેવી રીતે બનાવી શકાય?
ઘણી વખત લોકો ગુગલ પર એવી વસ્તુઓ કે વાતો સર્ચ કરે છે જેનો કોઈ અર્થ નથી હોતો પણ તેમ છતાં તેના વિશે ગુગલ કરવું ભારે પડી શકે છે. જેમ કે બોમ્બ કેવી રીતે બનાવવો? ભૂલથી ગુગલ પર આવું કંઈ સર્ચ કરવું નહીં. સાયબર સેલ દ્વારા આ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે અને સુરક્ષા એજન્સીઓ તમારી સામે કાર્યવાહી કરી શકે છે, જેને કારણે તમારે જેલભેગા પણ થવું પડી શકે છે.
ખાનગી ફોટો અને વિડિયો કરવા
સોશિયલ મીડિયા કે ગુગલ પર કોઈ પણ વ્યક્તિના પ્રાઇવેટ ફોટા કે વીડિયો લીક કરવો એ પણ ગંભીર ગુનો ગણવામાં આવે છે. જેના કારણે પણ તમને જેલના સળિયા ગણવા પડી શકે છે, એટલે ભૂલથી પણ આવું કરશો નહીં.
એબોર્શન કઈ રીતે કરી શકાય?
એબોર્શન કરવાની પદ્ધતિઓ વિશે ગુગલ પર સર્ચ કરવું પણ ક્રિમીનલ ઓફેન્સ કેટેગરીમાં આવે છે. એટલે આવું કરવાથી બચો. ભારતીય કાયદા અનુસાર, ડૉક્ટરની સલાહ વિના ગર્ભપાત થઈ શકતો નથી.
ચાઇલ્ડ પોર્ન
ભારત સરકાર દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફીને માટે ખૂબ જ કડક કાયદા બનાવવામાં આવ્યા છે. ગુગલ પર ચાઈલ્ડ પોર્ન વિશે સર્ચ કરવું, જોવું કે શેર કરવું એ એક ગુનો છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમે આ કાયદાનું ઉલ્લંઘન કરશો તો તમને જેલ પણ થઈ શકે છે.
મૂવી પાયરસી
ફિલ્મ રીલીઝ થાય પહેલાં જ તેને ઓનલાઈન લીક કરવી એ પણ ગુનો ગણાય છે. જો તમે પણ આ રીતે ફિલ્મ કે વેબ સિરીઝ ઓનલાઈન લીક કરશો કે ડાઉનલોડ કરશો તો એ મોટો ગુનો છે. ભારત સરકારના આ કાયદાનું ઉલ્લંઘન કરવા માટે તમને 3 વર્ષની જેલ અને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular