મુંબઈ: ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે મુંબઈ-પુણે એક્સપ્રેસ વેના એક ભાગ પર શુક્રવારે બપોરે બે વાગ્યાની વચ્ચે બે કલાકનો ટ્રાફિક બ્લોક
હાથ ધરાવાનો છે. એવું મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) ના અધિકારીએ જણાવ્યું હતું.

એમએસઆરડીસીએ બહાર પાડેલી અખબારી યાદી અનુસાર પુણે નજીકના કિવલે ગામ પાસે ઓવરહેડ ગેન્ટ્રી (સપોર્ટ તરીકે લેવામાં
આવતી મેટલ ફ્રેમ)ના નિર્માણ માટે ટ્રાફિક બ્લોક કરવામાં આવ્યો છે. કિવલે અને તાલેગાંવ ટોલનાકા વચ્ચેનો ટ્રાફિક સોમટાણે થઇને જૂના
મુંબઈ-પુણે હાઈવે પર વાળવામાં આવશે.

વાહનચાલકો પ્રવાસદરમિયાન કટોકટીની સહાય માટે એક્સપ્રેસ વેના ૯૮૨૨૪૯૮૨૨૪ અથવા હાઈવે પોલીસના ૯૮૩૩૪૯૮૩૩૪ નંબર પર સંપર્ક સાધી શકે છે. (પીટીઆઈ)

Google search engine