તમિલનાડુને સ્વાયત્તતા આપો નહીં તો અલગ થઈ જઈશું: DMK સાંસદ એ રાજાની કેન્દ્રને ધમકી

અવર્ગીકૃત

તમિલનાડુના DMK સાંસદ એ રાજાએ રવિવારે ‘અલગ તમિલનાડુ’ની માગણીને ઉશ્કેરીને નવો વિવાદ ઉભો કર્યો હતો. વિપક્ષના ઘણા લોકોએ આ નિવેદનને અલગતાવાદી ભાવનાઓને પ્રોત્સાહન આપતું નિવેદન ગણાવ્યું હતું. તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ હતી કે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન જ્યારે સ્ટેજ પર હતા ત્યારે જ આ નિવેદન આપવામાં આવ્યું હતું.

નમક્કલમાં ડીએમકેના સ્થાનિક સંસ્થાઓના કાર્યકરો માટે એક કાર્યક્રમમાં બોલતા રાજાએ કહ્યું, “હું કેન્દ્રને વિનંતી કરું છું કે અમને સ્વાયત્તતા આપે. જ્યાં સુધી તમિલનાડુને રાજ્યની સ્વાયત્તતા નહીં મળે ત્યાં સુધી અમે અમારી લડાઈ બંધ કરીશું નહીં.”
તેમણે કહ્યું કે, “અમારા મહાન નેતા પેરિયારે ભારતથી અલગ તમિલનાડુની હિમાયત કરી હતી. જોકે, અમે લોકશાહી અને ભારતની એકતા ખાતર તે માંગને અત્યાર સુધી બાજુ પર રાખી છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરું છું કે અમને એ માંગને પુનર્જીવિત કરવા દબાણ ન કરો. કૃપા કરીને અમને રાજ્યની સ્વાયત્તતા આપો.”
નોંધનીય છે કે ડીએમકે રાજ્ય સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે ભાગીદારી કરે છે. એ નોંધવું પણ જરૂરી છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર નથી રાજ્યોનો સંઘ છે . રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત બ્રિટન જેવા રાષ્ટ્ર કરતાં યુરોપિયન યુનિયનની જેમ ‘રાજ્યોના સંઘ’ (Union of States) જેવું છે. એ. રાજાના મંતવ્યો રાહુલ ગાંધીની ટિપ્પણી સાથે સુસંગત હોવાનું જણાય છે.
છેલ્લા ઘણા મહિનાઓથી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશને એક રાષ્ટ્રને બદલે રાજ્યોના સંઘ તરીકે દર્શાવે છે. રાહુલ ગાંધીના મતે, આપણા બંધારણમાં ભારતની વ્યાખ્યા એક રાષ્ટ્ર તરીકે નથી, પરંતુ ભારત તરીકે ઓળખાતા રાજ્યોના સંઘ તરીકે કરવામાં આવી છે.
એ રાજાએ કહ્યું કે, “જ્યાં સુધી આપણે ભારતમાં છીએ ત્યાં સુધી તમિલોને કોઈ આર્થિક વૃદ્ધિ કે નોકરીઓમાં કોઈ ભાગ નહીં મળે,”

તેમની આવી વિવાદાસ્પદ ટીપ્પણીઓની ભાજપના નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી હતી, જેમણે કહ્યું હતું કે ડીએમકે અલગતાવાદી મહત્વાકાંક્ષાઓને આશ્રય આપે છે. બીજેપી નેતા શહેઝાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું: “કેન્દ્રમાં કોઈ પાર્ટીનો વિરોધ કરવો એ એક વાત છે, પરંતુ આવું કરતી વખતે શું તમે એક ઈન્ડિયાના વિચારનો વિરોધ કરવા લાગશો?”

“>

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.