Homeતરો તાજાલંચ કે ડિનર પછી ભૂલથી પણ નહીં કરશો આ પાંચ કામ, નહીંતર...

લંચ કે ડિનર પછી ભૂલથી પણ નહીં કરશો આ પાંચ કામ, નહીંતર…

ઘણા લોકોને લંચ કે ડિનર કર્યા પછી ડેઝર્ટ કે મીઠાઈ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે તો વળી કેટલાક લોકોને તરત જ ઊંઘવાની આદત હોય છે. વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને ભોજન કર્યા પછી સ્મોક કરવાની આદત હોય છે. પણ શું તમને ખબર છે કે આ સિવાય પણ પાંચેક એવી આદતો છે કે જે કરવાનું તમારે ટાળવું જ જોઈએ, કારણ કે તમારી આ આદતની આરોગ્ય પર વિપરીત અસર જોવા મળી શકે છે. ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે

આખરે એવી કઈ પાંચ આદતો છે જે તમારે જમ્યા બાદ કરવાનું ટાળવું જોઈએ-

  • તરત જ સૂઈ જવુંઃ
    Freepic

    મોટા ભાગના લોકોને જમ્યા પછી તરત જ સૂઈ જવાની આદત હોય છે, પણ આવું કરવું આરોગ્ય માટે જોખમી છે અને આવું કરવાનું ટાળવું જોઈએ. ભોજન લીધા પછી તરત સૂઈ જવાથી પાચનક્રિયામાં અવરોધ ઊભો થાય છે અને ફૂડને ડાઈજેસ્ટ થવામાં લાંબો સમય લાગી શકે છે.
  • સ્મોકિંગ કરવાનું ટાળોઃ
    Pixabay

    ઘણા લોકોને જમ્યા પછી તરત જ ધૂમ્રપાન કરવાની આદત હોય છે અને જો તમને પણ આવી ટેવ હોય તો આજે જ આ ટેવને છોડી દો, કારણ કે ખાધા પછી તરત જ સ્મોકિંગ કરવાથી સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર જોવા છે, આ સાથે સાથે જ તેની તમારા મેટાબોલિઝમ પર પણ ખરાબ અસર જોવા મળી શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે જમ્યા પછી ધૂમ્રપાન કરવું એ 10 સિગારેટ પીવા જેટલું નુકસાન કરે છે.
  • સ્નાન કરવુંઃ
    Vecteezy
    ક્યારેય પણ ભારે ભોજન કર્યા પછી તરત જ નહાવાની ભૂલ ન કરવી જોઈએ. આવું કરવાથી પાચન પ્રક્રિયાને મંદ પડે છે. જમ્યા બાદ નહાવાથી પેટની આસપાસ બ્લડ સર્ક્યુલેશન પર અસર જોવા મળે છે. સ્નાન કરતી વખતે, લોહી શરીરના બાકીના ભાગમાં સર્ક્યુલેટ છે અને પાચન ક્રિયામાં અવરોધ ઉભો કરે છે.
  • ફ્રૂ્ટ્સ ખાવાઃ
    Vecteezy

    ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, એ વાતમાં કોઈ શંકા જ નથી, પરંતુ ભોજન કર્યા પછી તરત જ ફ્રૂટ્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે જમ્યા પછી ફળ ખાવાથી અપચો થઈ શકે છે. ફળો ખાવાનો શ્રેષ્ઠ સમય ભોજન પહેલાં અથવા પછીના બે કલાક માનવામાં આવે છે.
  • ચા પીવીઃ
    Vecteezy

    ચા એસિડિક હોય છે, કારણ કે તેમાં કેફીન હોય છે. જો તમને પણ જમ્યા પછી ચા પીવાની આદત હોય તો ખોરાક પચવામાં મુશ્કેલી પડી શકે છે. ફૂડ પાર્ટિકલ્સને તૂટવા માટે લાંબો સમય લાગી શકે છે અને જમ્યા પછી ચા પીવાથી આયર્નના શોષણમાં અવરોધ આવી શકે છે. આ જ કારણ છે કે ભોજન કર્યા પછી ચા પીવાનું ટાળવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -