Homeમેટિનીડોન્ટ એન્ગ્રી અસ: રાઈટર્સ ઓફ અમેરિકા

ડોન્ટ એન્ગ્રી અસ: રાઈટર્સ ઓફ અમેરિકા

મિલિયન્સ ઓફ ડૉલર્સના શોઝ એકઝાટકે બંધ કરી દેતી રાઈટર્સ ગીલ્ડ ઓફ અમેરિકાની સ્ટ્રાઇક

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

હજુ ગયા મહિને જ અહીં લેખક જાતિના નિર્માતાઓ પરના બળાપા વિશે લખાઈ રહ્યું હતું ત્યારે ક્યાં ખબર હતી કે હોલીવૂડના લેખકો પણ એ વાંચીને પ્રેરિત થઈ જશે. શું કહ્યું? પેલી અમેરિકામાં લેખકોની જે હડતાળ ચાલી રહી છે એ પેલો લેખ વાંચીને શરૂ નથી થઈ એમ? થઈ છે ને? હા, તો ઠીક.
તો થયું છે એવું કે ૬ અઠવાડિયાની લાંબી ચર્ચાઓ છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા ઠૠઅ (રાઈટર્સ ગીલ્ડ ઓફ અમેરિકા)એ અખઙઝઙ (અલાયન્સ ઓફ પિક્ચર એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ) સામે હડતાળની શરૂઆત કરી છે. એએમપીટીપી સાથે એમેઝોન, એપલ, લાયન્સગેટ, નેટફ્લિક્સ, એનબીસીયુનિવર્સલ, ધ વોલ્ટ ડિઝની કંપની, વોર્નર બ્રોઝ, સોની પિક્ચર્સ, પેરામાઉન્ટ ગ્લોબલ વગેરે મોટા સ્ટુડિયોઝ જોડાયેલા છે.
ડબલ્યુજીએ અને એએમપીટીપી વચ્ચે નક્કી કરેલી ટર્મ્સ માટે ત્રણ વર્ષના કરાર થાય છે. આ કરાર આ વખતે પહેલી મેએ પૂરા થઈ રહ્યા હતા અને તેને રીન્યુ કરાવતા પહેલાં ડબલ્યુજીએએ તેના ૧૧૫૦૦ સભ્ય માટે અમુક શરતો રાખી હતી જે કબૂલ ન થઈ એટલે પહેલી તારીખની રાતે બાર વાગ્યાથી જ આ સ્ટ્રાઈક ડબલ્યુજીએએ લાગુ પાડી દીધી છે.
મોટાભાગની સ્ટ્રાઇકની જેમ અહીં પણ મૂળ મુદ્દો મહેનતાણાનો છે જ, પણ આ સ્ટ્રાઇકના અન્ય કારણો અને વૈશ્ર્વિક સ્તરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનું શું મહત્ત્વ અને અસર રહેલી છે એ
જોઈએ.
૨૦૦૭-૨૦૦૮માં પણ ડબલ્યુજીએએ હડતાળ કરવી પડી હતી. એ વખતે એ હડતાળ પૂરા ૧૦૦ દિવસ સુધી ચાલી હતી અને કેલિફોર્નિયાની ઇકોનોમીને ૨.૧ બિલિયન ડૉલરનું નુકસાન સહેવું પડ્યું હતું. આ વખતે એ આંક વધે એવું લાગી રહ્યું છે. ડબલ્યુજીએનું કહેવું છે કે ૨૦૦૦માં ઇન્ડસ્ટ્રી પ્રોફિટ હતો ૫ બિલિયન જે ૨૦૧૭-૨૧ના ગાળામાં ૨૮-૩૦ બિલિયન સુધી પહોંચ્યો છે. એ જ રીતે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ આવ્યા પછી ફક્ત છેલ્લા ચાર જ વર્ષમાં તેમાં થતું રોકાણ ૫ બિલિયનથી ૧૯ બિલિયન સુધી પહોંચી ગયું છે. આ બધા આંકો છતાં લેખકોને મળતા વળતરમાં એવો વધારો જોવા નથી મળતો. આ જ કારણસર જયારે હડતાળનો પ્રસ્તાવ મુકાયો ત્યારે ૯૭.૮૫ ટકા સભ્યોએ તરત જ હામી ભરી દીધી. મતલબ કે જ્યાં સુધી નક્કી થયેલા મુદ્દાઓ પર ડબલ્યુજીએ અને એએમપીટીપી બંને પારસ્પરિક રીતે સંમત નથી થતા ત્યાં સુધી કોઈ પણ લેખક ટીવી શોઝ અને ફિલ્મ્સની સ્ક્રિપ્ટ્સ માટે એક નવો અક્ષર પણ નહીં પાડે.
લોકતાંત્રિક હડતાળ મોટાભાગે કોઈ પણ ભૌગોલિક, સામાજિક કે રાજનીતિક વિસ્તારમાં એક યોગ્ય ઉપાય તરીકે એ માટે જોવામાં આવે છે કેમ કે તેની અસર આજુબાજુમાં અનેક રીતે થતી હોય છે એટલે ધાર્યું પરિણામ આવવાની સંભાવના પણ વધુ રહેતી હોય છે.
રાઇટર્સની આ સ્ટ્રાઇકથી ટીવી અને ફિલ્મ્સ માટે કામ કરનારા જુનિયર આર્ટિસ્ટ્સ, ટેઇલર્સ, ઇલેક્ટ્રિશિયન્સ, કેટરર્સ, વગેરેને પણ કામ મળતું બંધ થઈ ગયું છે. ડબલ્યુજીએને આશા છે કે એએમપીટીપી આના કારણે ખઇઅ (મિનિમમ બેઝિક એગ્રીમેન્ટ) માટે વધુ રકમ આપવા પણ તૈયાર થશે. એમબીએ ઉપરાંત લેખકોનો બીજો એક મુદ્દો છે રેસીડ્યુલનો. રેસીડ્યુલ એટલે કે રોયલ્ટી.
લેખક તરીકે તમારું કોઈ કામ જો એકથી વધુ જગ્યાએ, ફરી વખત કે લાંબા સમય સુધી રિલીઝ કરવામાં આવે તો એ માટે લેખકને લખવાની ફી કરતા અલગ મહેનતાણું મળે. જેમ કે ટીવી પર તમે રિપીટ ટેલિકાસ્ટ કે પછી કોઈ શૉ થોડા મહિનાઓ કે વર્ષો પછી એ કે બીજી ચેનલ પર ફરીથી ટેલિકાસ્ટ થતો જુઓ છો તો એ માટે લેખકને રોયલ્ટી મળવી જોઈએ.
આ પાછળ ડબલ્યુજીએની સમજણ ખૂબ જ રસપ્રદ છે. તેમનું કહેવું છે કે કોઈ ટાઈમ સ્લોટમાં જયારે જૂની વસ્તુ દેખાડવામાં આવે છે ત્યારે ત્યાં લેખકો પાસેથી નવું લખવાની તક છીનવવામાં આવે છે માટે આ રોયલ્ટીની સિસ્ટમ હોવી અને એ પૂરતી મળી રહે એ જરૂરી છે.
રાઈટર્સ ગીલ્ડ ઓફ અમેરિકાની આ સ્ટ્રાઇકની અસર તરત જ દેખાઈ છે અને અનેક શોઝના પ્રોડક્શન હાલ અટકી ગયા છે. સ્ટ્રેન્જર થિંગ્સ, ડેરડેવિલ બોર્ન અગેઈન, ગેમ ઓફ થ્રોન્સ સ્પિન ઓફ અને જિમી કિમલ, જિમી ફેલન, સેથ મેયર્સ, સ્ટીવન કોબર્ટના લેટ નાઈટ ટોક શોઝ અનિર્ણાયક સમય પૂરતા હાલ બંધ થઈ ગયા છે. અતિ પ્રચલિત જગક (સેટરડે નાઈટ લાઈવ) શૉના નવા એપિસોડ્સ પણ પ્રસારિત નથી થઈ રહ્યા. છેલ્લે પીટ ડેવિડસન એસએનએલ હોસ્ટ કરવાનો
હતો તેણે પણ કહ્યું કે રાઇટર્સને સપોર્ટ કરવો જ જોઈએ.
પીટ એક જ નહીં, અનેક સેલિબ્રિટીઝ જેમ કે જેનિફર એનિસ્ટન, નેટલી પોર્ટમેન, ડ્રૂ બેરીમોર, માર્ક હેમીલ, સ્કારલેટ જોહાન્સન, માર્ક રફલો, એલિઝાબેથ ઓલ્સન, પેદ્રો પાસ્કલ, ઓલિવિયા વાઈલ્ડ વગેરે લેખકોના સપોર્ટમાં બોલી ચૂક્યા છે.
ભારતનું જઠઅ (સ્ક્રીન રાઈટર્સ એસોસિએશન) પણ સ્ટ્રાઈકમાં હિસ્સેદારી નોંધાવી રહ્યું છે. અમેરિકાના શૉઝ અને ફિલ્મ્સમાં કામ કરતા એસડબલ્યુએના સભ્યોને એસોસિએશને સ્ટ્રાઈકમાં જોડાવા અને કામ બંધ કરી દેવા વિનંતી કરી છે. જો ડબલ્યુજીએની આ હડતાળ સફળ થાય તો એની અસર ભારતમાં પણ થવાની જ. કેમ કે અમેરિકાના એ સ્ટુડિયોઝ અને કંપનીઓની શાખાઓ ભારતમાં પણ ખરી જ. સાથે લેખકોનો અવાજ વૈશ્ર્વિક સ્તરે મજબૂત થાય તો ભારતમાં પણ તેનું ઉદાહરણ આપીને લેખકોને યોગ્ય પૈસા અને ક્રેડિટ માગવામાં ગલે મેં ખીચ-ખીચ ન રહે. જાણીતા લેખક અંજુમ રાજાબલિનું કહેવું છે કે ‘અમેરિકામાં દર ત્રણ વર્ષે મિનિમમ વળતર પર કરાર થાય છે જયારે ભારતમાં મિનિમમ વળતર જેવું કશું છે જ નહીં. લેખકોને નિર્માતાઓ સાથે વ્યક્તિગત રીતે જ મહેનતાણું નક્કી કરવું પડતું હોય છે. સાથે લેખકો સાથે એવા કરાર પણ કરવામાં આવે છે કે જેમાં નિર્માતાઓને લેખકને શું ક્રેડિટ આપવી તેની પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં નવોદિત લેખકોને સ્ક્રીપ્ટ પર ૮૦% કામ કર્યું હોવા છતાં સિનિયર લેખકની સરખામણીએ પૈસા અને ક્રેડિટ સાવ ઓછા મળે છે. અમુક વખતે તો તેને ફક્ત રિસર્ચર કે એડિશનલ સ્ક્રીનપ્લે રાઇટરની ક્રેડિટ જ મળે છે.’ ભારતમાં મહેનતાણું વધતા તો દાયકાઓ જતા રહે છે.
ફિલ્મજગતની આવી હડતાળથી સામાન્ય દર્શક વિચારશે કે તેને કશો ફેર નથી પડતો. હા, અમુક શોઝ ટૂંકા થાય કે બંધ થાય ને અમુક ફિલ્મ્સ મોડી આવે એ સિવાય કોઈ ખાસ દેખીતો ફેર નથી પડતો, પણ અહીં મહેનતાણા સાથે ટેક્નોલોજી પણ એક મુદ્દો હોવાથી બદલાતી ટેક્નોલોજી કઈ રીતે ઉદ્યોગ અને એ થકી સામાન્ય માનવીના જીવનધોરણ પર તેના શું પરિણામ આવે છે એ વિચારવા જેવું ખરું. ટેક્નોલોજીમાં ફેરફારથી કંપની બંધ થવા અને મહામારીમાં નોકરી જવા જેટલી જ આ હડતાળ અસરકારક છે. કઈ રીતે? વિગતે વાત કરીએ આવતા સપ્તાહે!(ક્રમશ:)
————
લાસ્ટ શોટ
‘રાઈટર્સ ગીલ્ડ ઓફ અમેરિકા’એ આ પહેલાં ૧૯૬૦, ૧૯૮૧, ૧૯૮૮ અને ૨૦૦૭-૦૮માં પણ સ્ટ્રાઈક કરેલી છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -