મરાઠીઓના સેન્ટીમેન્ટ હર્ટ થયા! ગુજરાતી-રાજસ્થાની વિશે નિવેદન આપ્યા બાદ રાજ્યપાલની મુશ્કેલી વધી, સીએમ શિંદેએ કહ્યું આવું

આમચી મુંબઈ

ગુજરાતી અને રાજસ્થાની જો મુંબઈ છોડીને ચાલ્યા ગાયં તો મુંબઈમાં પૈસા નહીં બચે, આ નિવેદન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ આપ્યા બાદ રાજ્યમાં બબાલ મચી ગઈ છે. એનસીપી અને કોંગ્રેસ રાજ્યપાલના નિવેદન સામે આંદોલન કરવાની ચિમકી આપી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, કોશિયારીએ મહારાષ્ટ્રમાં ઘણું જોયું હશે, પરંતુ કોલ્હાપુરી ચપ્પલ નહીં જોઈ હોય! મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ રાજ્યપાલના નિવેદન પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર વિશે જો જાણકારી ન હોય તો કોશિયારીને હોશિયારી ન દેખાડવી જોઈએ. ભાજપના નેતાઓ પણ રાજ્યપાલના નિવેદન બાદ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સીએમ એકનાથ શિંદેએ પણ કહ્યું હતું કે, રાજ્યપાલના નિવેદનથી હું સહેમત નથી. મરાઠી માણુસની મહેનતને કારણે મુંબઈ દેશની આર્થિક રાજધાની બની છે. મરાઠી માણુસને કારણે મુંબઈને નવી ઓળખ મળી. મુંબઈના વિકાસમાં મરાઠીઓના યોગદાનને કોઈ નકારી શકાય નહીં. 106 લોકોના બલિદાનથી મુંબઈ મહારાષ્ટ્રમાં સામેલ થયું. હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું યોગદાન પણ ભૂલી શકાય તેમ નથી. રાજ્યપાલના નિવેદનને લઈને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલનું પર મોટું કહેવાય અને તેમને કોઈપણ જાતના નિવેદન આપવા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે કોઈનું અપમાન ન થાય. મુંબઈના મરાઠી લોકોના યોગદાનને નજર અંદાજ કરવામાં આવે તે મરાઠી માણુસ સાંખી નહીં લે.

રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ પણ આ અંગે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે, મારા નિવેદન પર ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.