રૂપિયો વધુ ૧૨ પૈસા નબળો પડ્યો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને દરિયાપારની બજારોમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૧૨ પૈસાના ઘટાડા સાથે ૭૯.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૧૪૪.૫૩ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૮૨ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૯૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૯૫ અને ઉપરમાં ૭૯.૮૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૨ પૈસા ઘટીને ૭૯.૯૪ના મથાળે બંધ રહ્યો હતો.
ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકાનો સર્વિસીસ ક્ષેત્રનો આઈએસએમ સર્વિસીસ પીએમઆઈ આંક અનપેક્ષિતપણે જુલાઈ મહિનાના ૫૬.૭ સામે વધીને ૫૬.૯ની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશ સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી થોડા સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો ૭૯થી ૮૦.૫૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.