જૂનાગઢના માણાવદરમાં કુતરાઓનો આતંક: બે વર્ષના બાળક પર ત્રણ કુતરાએ હુમલો કર્યો, સારવાર પહેલા મોતને ભેટ્યો

આપણું ગુજરાત

Junagadh: જૂનાગઢના માણાવદરમાં(Manavadar) માણસોના મિત્ર ગણાતા કુતરાઓના આતંકનો(Dog attack) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકના ગણા ગામે ત્રણ કુતરાઓએ બે વર્ષના બાળક પર જાનલેવા હુમલો કર્યો હતો. બાળકના પિતાને જાણ થતા કુતરાઓને ભગાડ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે માણાવદરની રેફરલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના નાનાવટા ગામના જગદીશ રાઠવાનો પરિવાર મજૂરીકામ અર્થે માણાવદર પંથકના ગણા ગામે આવ્યો હતો. પરિવાર વાડીમાં જ રહીને મજુરી કામ કરતો હતો. પરિવારના સભ્યો વાડીમાં કામ કરતા હતા ત્યારે જગદીશ રાઠવાનો 2 વર્ષનો રવીન્દ્ર રામતો હતો ત્યારે ત્રણ ખૂંખાર કુઅરાઓ આવી ચડ્યા હતા અને રવીન્દ્ર પર તૂટી પડ્યા હતા. બાળકના રડવાનો અવાજ કુતરાઓના ભસવાના અવાજમાં દબાઈ જતા પરિવારને જાણ થઇ ન હતી. થોડીવાર બાદ બાળકના પિતાની નજર પડતાં તેમણે દોટ મૂકીને કુતરાઓને ભગાડ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત ગંભીર રીતે ઘવાયેલા રવીન્દ્રને માણાવદરની રેફરલ હોસ્પિટલ લઇ જવાયો હતો. પરતું સારવાર મળે એ પહેલા જ તે મોતને ભેટ્યો હતો.

મૃતદેહને જામનગર પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. પી.એમ બાદ બાળકના મૃતદેબહને અંતિમવિધિ માટે પરિવાર વતન લઇ ગયો હતો. રવીન્દ્ર  જગદીશ રાઠવાનો એકનો એક પુત્ર હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.