Homeટોપ ન્યૂઝવફાદાર શ્વાનનો ક્રૂર માલિક! બીમાર શ્વાનને સાંકળથી બાંધીને આપી તાલિબાની સજા

વફાદાર શ્વાનનો ક્રૂર માલિક! બીમાર શ્વાનને સાંકળથી બાંધીને આપી તાલિબાની સજા

ગાઝિયાબાદમાં બે યુવકે શ્વાન સાથે ક્રૂરતા કરી હોવાનો હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર 33 સેકેન્ડના વીડિયોમાં બે યુવક શ્વાનને સાંકળથી બાંધીને ફાંસીએ લટકાવી રહ્યા હતાં. આ ઘટના લોની વિસ્તારની નજીક આવેલા ટ્રોનિકા સિટીની છે અને આ વીડિયો જૂનો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે શ્વાને ઘણા લોકોને બચકાં ભર્યા ભર્યા હતાં. તેને કોઈ બીમારી હોવાને કારણે આવું કરી રહ્યો હતો, ત્યારબાદ યુવકોએ તેને મારવાની યોજના બનાવી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધ્યો છે અને ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular