મુંબઈઃ મુંબઈ શહેરમાં મુંબઈગરાની ચિંતા વધારે એવા અમુક આંકડાઓ આવ્યા છે અને આ આંકડાઓ જોઈને મુંબઈગરાઓએ સાવધાન થવાની જરુર છે. આ આંકડાઓ છે શ્વાન કરડવાની ઘટનાના… છેલ્લાં બે વર્ષમાં સવાલાખ મુંબઈગરાને શ્વાન કરડ્યા છે. આ આંકડાઓ જોતા એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે મુંબઈમાં ભટકતાં શ્વાનોની દહેશત વધી ગઈ છે. પાલિકા દ્વારા શ્વાનોની નસબંધી કરવામાં આવે છે કે કેમ એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે.
દિવસે દિવસે મુંબઈમાં ભટકતાં શ્વાનની સંખ્યા વધી રહી છે અને તેને કારણે આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બે વર્ષમાં 1,12,769 મુંબઈગરાને શ્વાન કરડ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. ભટકતાં શ્વાનોની સંખ્યા પર નિયંત્રણ લાવવા માટે નસબંધી કરવામાં આવે છે, પણ ઘટનાઓમાં જોવા મળી રહેલાં વધારાને કારણે આ નસબંધી સામે પણ સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.
છેલ્લાં બે વર્ષમાં ભટકતાં શ્વાનોના કરડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન 2014થી ગયા વર્ષના અંત સુધીમાં 3,88,000થી વધુ શ્વાનોની નસબંધી કરવામાં આવી છે. આટલા પ્રમાણમાં નસબંધી કરવામાં આવી હોવા છતાં મુંબઈમાં ભટકતાં શ્વાનોની સંખ્યા વધતી જ જઈ રહી છે.
શ્વાનોની કરવામાં આવેલી વસતી ગણતરીને ધ્યાનમાં લેતાં મુંબઈમાં આશરે ત્રણ લાખ જેટલા શ્વાન છે અને આ જ શ્વાનોએ મુંબઈમાં કાળોકેર વર્તાવ્યો હોવાથી પાલિકા દ્વારા તેમને રોકવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શ્વાનોની નસબંધી કરવા માટે પાલિકાએ ખાસ ડોગ વેન ડિઝાઈ કરી છે. મુલુંડ, મલાડ, મહાલક્ષ્મી અને બાંદ્રા વિસ્તારમાં આ ડોગ વેન ઊભી હોય છે અને શ્વાનની સારવાર કરવામાં આવે છે.
બે વર્ષમાં 1,12,679 મુંબઈગરાને કરડ્યા શ્વાન!!!
RELATED ARTICLES