“ચોકીદાર ચોર હૈ” થી લઈને ‘ચાયવાલા’ સુધી, કોંગ્રેસે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણીઓ સાથે પ્રહારો કર્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ચૂંટણીમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.
ગુરુવારે ત્રણ પૂર્વોત્તર રાજ્યો – ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયના પરિણામો જાહેર થયા પછી
ભાજપે ત્રિપુરામાં સત્તા જાળવી રાખી છે, તેણે નાગાલેન્ડમાં તેની સાથી નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સાથે વિજય મેળવ્યો છે અને મેઘાલયમાં સરકાર બનાવવા માટે કોંનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીને ટેકો આપે તેવી સંભાવના છે. ત્રિપુરામાં કોઇ એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. અહીં ત્રિશંકુ વિધાનસભા રચાશે એવું લાગે છે.
પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનથી ઉત્સાહિત વડા પ્રધાને જણાવ્યું હતું કે, કેટલાક કટ્ટર અપ્રમાણિક લોકો “મર જા મોદી ” ના નારા લગાવીને મૃત્યુની શુભેચ્છા પાઠવે છે, પરંતુ લોકો કહે છે ‘ મત જા મોદી ‘
અગાઉ AAP નેતાઓએ ‘ મોદી મર ગયા હાય હાય’ ના નારા લગાવ્યા હતા જ્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા, 23 ફેબ્રુઆરીએ દિલ્હી એરપોર્ટ પર પાર્ટીના નેતા પવન ખેરાને રાયપુરની ફ્લાઈટમાં બેસતા અટકાવવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓએ પણ ” મોદી તેરી કબર ખુદેગી ” ના નારા લગાવ્યા હતા.
સોશિયલ મીડિયા માર્કેટિંગમાં વડાપ્રધાન મોદી અને તેમની ટીમ એક્સપર્ટ છે તેમના પરાક્રમથી દરેક વ્યક્તિ વાકેફ છે. મોદીએ અગાઉ વિપક્ષની ટીકાને ચતુરાઈથી તેમની તરફેણમાં કેવી રીતે રીડાયરેક્ટ કરી તેના પર એક નજર નાખીએ.
કોંગ્રેસના ભૂતપૂર્વ સુપ્રીમો સોનિયા ગાંધીએ જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી ત્યારે તેમના શાસન પર કટાક્ષ કર્યો હતો. સોનિયાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીના ગુજરાત વહીવટીતંત્રને સૂચિત કરવા માટે “મૃત્યુના વેપારી” શબ્દનો ઉપયોગ કર્યો હતો . તે વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.
2014
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને રાજ્યસભાના સાંસદ મણિશંકર ઐયરે વડા પ્રધાનને ‘ ચાયવાલા ‘ કહ્યા હતા, જે ચા વેચનાર તરીકે મોદીની નમ્ર શરૂઆતનો સીધો ઉપહાસ જ હતો. અય્યરે કહ્યું હતું કે મોદી 21મી સદીમાં ચા વેચનાર બનવા માટે યોગ્ય છે, પરંતુ ક્યારેય દેશના વડાપ્રધાન નહીં બને. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2014ની લોકસભાની ચૂંટણીમાં આરામદાયક બહુમતી સાથે વિજય મેળવ્યો હતો.
2019
2019ની લોકસભાની ચૂંટણીના ભાગરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને ‘ ચોકીદાર ‘ બનવા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની હાકલ આપીને ચૂંટણીનો માહોલ ઉભો કર્યો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટે તેના અગાઉના ચુકાદાની સમીક્ષા કરવા લીક થયેલા રાફેલ દસ્તાવેજોની ફરીથી તપાસ કરવા દેવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીના ચોકીદાર અભિયાન પર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે “ચોકીદાર ચોર હૈ” અને ઇતિહાસ સાક્ષી છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
2022
ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના હિન્દુ લોકકથા રામાયણના પૌરાણિક વિલન ‘ રાવણ ‘ સાથે કરી હતી. કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ પીએમ મોદીની ‘ ઓકાત’ વિશે નિવેદન આપ્યું હતું. એનું પરિણામ એ આવ્યું કે ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતીને પોતાનો જ સર્વાધિક બેઠકો જીતવાનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતવામાં સફળ રહી.
2023
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ” મોદી તેરી કબર ખુદેગી” ટિપ્પણીથી ભાજપને જ ફાયદો થયો હતો, કારણ કે કૉંગ્રેસ
પૂર્વોત્તરના ત્રણેય રાજ્યો હારી ગઈ હતી.
નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારથી ભાજપની કામગીરી-
લોકસભામાં બેઠકોની સંખ્યા- 543, 2014-ભાજપે 282 બેઠકો જીતી; વોટ શેર – 31.34%, 2019- ભાજપે 303 બેઠકો જીતી; વોટ શેર – 37.76%
ભાજપના માર્કેટિંગમાં માહેર વડા પ્રધાન મોદી જે મક્કમ અને નિર્ણાયક ગતિથી આગળ વધી રહ્યા છે એ જોતા તો લાગે છે કે વિપક્ષોએ 2024ની નહીં પણ 2029ની તૈયારી કરવા માંડવી જોઇએ.