કાઠમાંડુ: નેપાળમાં એક ૨૬ વર્ષીય વ્યક્તિને તેના પેટમાંથી વોડકાની બોટલ બહાર કઢાવવા માટે શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. રૌતહાટ જિલ્લાના ગુજારા નગરપાલિકાના નુરસાદ મન્સુરીએ પેટમાં તીવ્ર દુ:ખાવાની ફરિયાદ કર્યા બાદ તબીબી તપાસ દરમિયાન વોડકાની બોટલ મળી આવી હતી. હિમાલયન ટાઈમ્સ અખબારે અહેવાલ આપ્યો હતો કે તેને પાંચ દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પેટમાંથી બોટલને બહાર કાઢવા માટે અઢી કલાક લાંબી સર્જરી કરવામાં આવી હતી.
આ બોટલે તેના આંતરડાને ફાડી નાખ્યું હતું અને તેમાં સોજો આવી ગયો હતો પરંતુ હવે તે ખતરાની બહાર છે એમ એક ડૉક્ટરે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ નુરસદના મિત્રોએ તેને દારૂ પીવડાવ્યો હશે અને તેના ગુદામાર્ગ દ્વારા પેટમાં જબરદસ્તી બોટલ નાખી હશે.
રૌતહાટ પોલીસે આ ઘટનાના સંબંધમાં શેખ સમીમની ધરપકડ કરી હતી અને નુરસદના કેટલાક મિત્રોની પૂછપરછ પણ કરી હતી. અમને સમીમ પર શંકા હોવાથી તેને કસ્ટડીમાં રાખ્યો છે અને તેની તપાસ કરી રહ્યા છીએ એમ ચંદ્રપુરની એરિયા પોલીસ ઓફિસે જણાવ્યું હતું. નુરસાદના કેટલાક અન્ય મિત્રો ફરાર છે અને અમે તેમને શોધી રહ્યા છીએ એમ રૌતહાટના પોલીસ અધિક્ષક બીર બહાદુર બુધા મગરે જણાવ્યું હતું. (પીટીઆઇ) ઉ
નેપાળમાં ૨૬ વર્ષીય વ્યક્તિના પેટમાંથી ડૉક્ટરોએ વોડકાની બોટલ બહાર કાઢી
RELATED ARTICLES