એક તરફ લોકોમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામોનો ફીવર જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ કતરમાં ચાલી રહેલાં ફિફા વર્લ્ડકપ 2022નો ક્રેઝ પણ એટલો જ છે. આ ફૂટબોલ વર્લ્ડકપનો ખુમાર લોકો પર કેટલી હદે છવાયેલો છે તેનો તાજો જ દાખલો પોલેન્ડમાં જોવા મળ્યો. જેમાં ઓપરેશન થિયેટરમાં ડોક્ટર દર્દી પર સર્જરી કરી રહ્યા છે અને દર્દી સર્જરી દરમિયાન મેચ જોઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સર્જરી સ્પાઈનલ એનેસ્થેસિયા આપીને કરવામાં આવી છે. આ પ્રકારના એનેસ્થેસિયામાં દર્દીનો કમરની નીચેનો ભાગ સુન્ન થઈ જાય છે પણ શરીરના ઉપરનો ભાગ ચેતનઅવસ્થામાં હોય છે. દર્દીએ સર્જરી પહેલાં જ ડોક્ટરને પૂછ્યું હતું કે શું તે સર્જરી દરિમયાન ફૂટબોલ મેચ જોઈ શકે છે? બસ દર્દીના આ સવાલના જવાબમાં ડોક્ટરોએ ઓટીમાં જ મોટા ટીવી વ્યવસ્થા કરાવી દીધી.
Hey @FIFAcom Don’t you think this gentleman deserves some kind of trophy…??? https://t.co/ub2wBzO5QL
— anand mahindra (@anandmahindra) December 8, 2022
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં ફોટો પર આનંદ મહિન્દ્રાએ પણ કમેન્ટ કરતાં લખ્યું હતું કે તમને નથી લાગતું કે આ શખ્સ પણ ટ્રોફીનો હકદાર છે?