આપણા બધાના ઘરમાં પ્લાસ્ટિકના સ્ટૂલ હોય છે અને રોજિંદા જીવનમાં આ સ્ટૂલનો ઉપયોગ આપણે બધા જ કરીએ છીએ. આ સ્ટૂલનો ઉપયોગ તો આપણે કરીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે ખરૂં કે કોઈ પણ બ્રાન્ડ કે રસ્તા પરથી લીધેલા સ્ટૂલની વચ્ચે કાણું કેમ હોય છે? તેનું શું મહત્વ હોય છે, નહીં ને? ડોન્ટ વરી આજે અમે તમને એનું કારણ અને મહત્વ બંને જણાવીશું. પ્લાસ્ટિકના ઉત્પાદનો બનાવનારી કંપની પછી તે નાની હોય કે મોટી નક્કી કરેલા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કરીને જ ઉત્પાદનો તૈયાર કરે છે. સ્ટૂલમાં પણ આ કાણું જાણી જોઈને આપવામાં આવેલું હોય છે. જગ્યાની અછતને કારણે ઘરે કે દુકાનમાં સ્ટૂલ એકબીજા પર મૂકવામાં આવે છે. જો સ્ટૂલમાં આ કાણું નહીં હોય તો તે એક બીજા સાથે જામ થઈ જાય છે અને એરપ્રેશર અને વેક્યુમને કારણે તેને અલગ કરવા માટે ખુબ તાકાતનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ તેમાં કાણું હોવાથી એર પ્રેશર નથી નિર્માણ થતું અને આ સ્ટૂલને એકબીજાથી અલગ કરવાનું સહેલું થઈ જાય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સ્ટૂલ પર ચઢે તો તેના વજનથી સ્ટૂલ તૂટે નહીં એ સુનિશ્ચિત કરવામાં પણ તેની મહત્વની ભૂમિકા હોય છે.
પ્લાસ્ટિકના સ્ટૂલમાં વચ્ચોવચ્ચ કાણું કેમ હોય છે જાણો છો?
RELATED ARTICLES