Homeઆપણું ગુજરાતવહુએ ઊંધુ બાફ્યું ને બની ગયું ઊંધિયું?

વહુએ ઊંધુ બાફ્યું ને બની ગયું ઊંધિયું?

સામાન્ય રીતે ગરીબ માણસ ઘરે જે હોય તે કે અથવા જે સસ્તુ હોય તે ભેગું કરીને શાક બનાવી નાખે જેથી સૌનુ પેટ ભરાય, પરંતુ બધુ જ શાક થોડું થોડું નાખી, તેમાં અન્ય આકર્ષણો ઉમેરી બનાવવામાં આવે તો તે બની જાય ઉંધિયું ને ગરીબ તવંગર બધા હોશે હોશે ખાય. તો આવો આઈડિયા કોને ને ક્યારે આવ્યો હશે. આ પાછળ ઘણી વાર્તાઓ વહેતી થઈ છે. જેમાં એક રસપ્રદ ઈતિહાસ એ છે કે વહુએ ઊંધુ બાફી નાખ્યું હતું, પરંતુ બધાને ભાવ્યું ને પછી થઈ ગયુ ઊંધિયું.
વર્ષો પહેલાની વાત. પતંગ ચગાવવાની શોખીન છોકરીના રૂઢિચુસ્ત પરિવારમાં લગ્ન થયા.
પ્રથમ ઉત્તરાયણ આવી ને એ નવોઢા સાસરીમાં પતંગ ચગાવવા થનગને. હવે બન્યું એવુ કે,
સાસુ એ શિયાળુ શાકનો ઢગલો એની આગળ મૂકી દીધા ને કહ્યું કે બહેનબા, જમાઈ રાજ અને બે ભાણીયા આવ્યા છે તો જમવાનું બનાવી દે. પરીવારમાં પેહલે થી સાસુ, સસરા, નણંદ, દિયર અને એ પોતે ને એનો પતિ. હવે બીજા ૪ મહેમાન. બધા ધાબે ચઢી ગયા અને નીચે એકલી આ વહુ રસોડામાં ભરાઈ ગઈ.

રસોડામાં કામ કરતાં કરતાં બધાના કાયપો છે… લપેટ…ની બુમાબૂમો ચિચિયારીઓ કાને સંભળાય. વહુ કામ કરતા કરતા ગુસ્સામાં લાલઘૂમ. એનો પતંગનો શોખ આજે પહેલી વાર ઘરમાં ભરાઈને પૂરો થઈ શકતો નહોતો. હવે આ ગુસ્સો બધી શાકભાજી પર ઉતર્યો ને વહુ એ જેમ તેમ આડું અવળું મોટા મોટા કટકા કરી જેમ તેમ શાક રાંધવા મૂકી દીધું. એકાદ કલાક પછી સાસુ અને નણંદ નીચે આવ્યા. નીચે આવીને જોયું કે આ શું બનાવ્યું વહુ એ!

સાસુ ગુસ્સામાં તમતમી કહે આ હું ઊંધું બાફીયું તે…કઈ ભાન પડે ?.. હવે મહેમાનને શું ખવડાવવું એ વિચારી દીકરાને જલેબી અને પુરી તૈયાર લેવા મોકલ્યો જેથી કોઈ કંઈક તો ખાય.

હવે બપોરે બધા નીચે ભૂખ્યા વરૂ જેવા બની જમવા ઉત્તર્યા. એટલા ભૂખ્યા હતા કે જાતે જ ડીશ કાઢી શાકભાજી લઈ લીધું ને પુરી જોડે ખાવા લાગ્યા. સાસુ નણંદ હજુ કઈ બોલે સમજાવે એ પહેલાં જ તમામ લોકોના મોંમાંથી વાહ શું શાક બન્યું છે – એકદમ ગરમ ગરમ મસ્ત અલગ જ પહેલી વાર જોયું અને ભરપેટ ખાધુ. સાસુ નણંદ એકબીજા ની સામે જોઈ રહ્યા ને વહુ ક્યાં ગઈ નજર નાખવા લાગ્યા તો ધાબેથી વહુની બૂમ સંભળાઈ …. કાઇપો છે. બૂમ સાંભળીને સાસુ નણંદ શરમાઈ ને નીચું ઘાલી ગયાં. આ વાત ધીરે ધીરે બધે ફેલાઈ જતા વહુનું આ ઊંધું બાફેલું બની ફેમસ ડીશ ને સમય જતાં શબ્દ અપભ્રંશ બની ઊંધિયું બની ગયું. છે ને રસપ્રદ ઇતિહાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular