દિપીકા પદૂકોણ અને શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ એનાઉન્સમેન્ટ થઈ ત્યારથી જ ચર્ચામાં છે અને એમાં પણ ફિલ્મનું ગીત બેશરમ રંગ રીલિઝ થયું ત્યારથી તો જાણે વિવાદ શમવાનું જ નામ નથી લઈ રહ્યો. ગીતમાં જોવા મળી રહેલી શાહરુખ અને દિપકાની સિઝલિંગ કેમેસ્ટ્રીને દર્શકો પસંદ કરી રહ્યા છે, પણ કેટલાક લોકોને દિપીકાની બિકીનીનો રંગ અને ડાન્સ મૂવ્ઝ સામે વાંધો છે. દિપીકાએ આ ગીતમાં પોતાના સિઝલિંગ લૂક્સ અને હોટ ડાન્સ મૂવથી ફેન્સના હોશ ઉડાવી દીધા છે, પણ એ ગીતમાં તેણે જે અલગ અલગ રંગની બિકીની ટ્રાય કરી છે એની કિંમત જાણો છો? નહીં તો અમે લઈ આવ્યા છીએ એ માહિતી તમારા માટે…દિપીકાએ ગીતમાં એક ગોલ્ડન મોનોકની પહેરી છે જેની કિંમત આશરે 11 હજાર 983 રુપિયા છે અને બેશરમ રંગમાં તેણે પહેરેલી બિકીનીની કિંમત છે 19,773 રુપિયા. આ સિવાય તેણે એક કલરફૂલ વન શોલ્ડર બિકીની પણ ટ્રાય કરી છે. જોકે, આ બિકીનીની કિંમત જાણી શકાઈ નથી, કારણ કે તેણે આ બિકીનીને ડિઝાઈનર સાયશા શિંદે પાસેથી ખાસ કસ્ટમાઈઝ્ડ કરાવી છે.
દિપીકાએ બેશરમ રંગમાં પહેરેલી બિકીનીની કિંમત જાણો છો?
RELATED ARTICLES