Homeફિલ્મી ફંડાશું તમે જાણો છો? શર્મિલા ટાગોરે ઘરનું ભાડું ચૂકવવા માટે ફિલ્મો કરી...

શું તમે જાણો છો? શર્મિલા ટાગોરે ઘરનું ભાડું ચૂકવવા માટે ફિલ્મો કરી હતી

પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર 70ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી. તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો અને પોતાની અભિનયના અજવાળા પાથર્યા છે. હવે ફરી એકવાર પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર એક્ટિંગ કરતા જોવા મળશે.
તેઓ 11 વર્ષ બાદ ફિલ્મ ‘ગુલમહોર’થી મનોરંજનની દુનિયામાં કમબેક કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે ,’ 70 અને 80 ના દાયકામાં એક સમય એવો હતો જ્યારે તેમણે ઘરનું ભાડું ચૂકવવા માટે ફિલ્મો સાઇન કરી હતી. તે સમયે મારે માટે ફિલ્મ કરવી જરૂરી હતી અને મને સ્ક્રિપ્ટ ગમી હતી, પરંતુ આજે હું જ્યાં છું ત્યાં કુસુમ (ગુલમોહર) જરૂરી હતી.’
શર્મિલા ટાગોરે તેમના પુનરાગમન વિશે અને ‘ગુલમહોર’માં કુસુમનું પાત્ર તેમના માટે કેમ મહત્વપૂર્ણ હતું તે વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું, “મા શું છે અને ભાભી શું છે, આ ફિલ્મ તેની સમજ આપે છે. અમારી પેઢીના ઘણા લોકો અથવા મોટી ઉંમરના લોકો યુવા પેઢીને સુવિધા આપવા માટે પોતાની ઈચ્છાને અવગણે છે. તે સ્ત્રી માટે ખૂબ જ કુદરતી રીતે આવે છે, પરંતુ એ સમજવું અગત્યનું છે કે જો તમે તમારી ઈચ્છાને પ્રાથમિકતા આપો છો, તો તે ખોટું નથી.”
‘ગુલમોહર’ સ્ટાર સ્ટુડિયોની પ્રોડક્શન ફિલ્મ છે જે ચૉકબોર્ડ એન્ટરટેઇનમેન્ટ અને ઑટોનોમસ વર્ક્સ સાથે મળીને બનાવવામાં આવી છે. રાહુલ ચિત્તેલા દ્વારા નિર્દેશિત અને રાહુલ ચિત્તેલા અને અર્પિતા મુખર્જી દ્વારા લખાયેલ, ‘ગુલમોહર’ 3 માર્ચ, 2023 ના રોજ ડિઝની + હોટસ્ટાર પર પ્રસારિત થવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular